
વડનગર ખાતે યોજાઇ રહેલ તાનારીરી મહોત્સવમાં બીજા દિવસે ગુરૂવારના રોજ તબલા, ફલ્યુટ, સિતાર અને પખાવજ સહિતના સંગીતના સાધનો વડે અલગ અલગ કાર્યક્રમોમાં કલાકારોઅે પોતાની કલાઅો રજૂ કરી શ્રોતાઅોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સમાપન સમારોહમાં તબલા-તબલા સંસ્થાનની દીકરીઓ દ્વારા અને જુગલબંધી સિતાર સપ્તક સંસ્થાની દીકરીઓ દ્વારા સરોદવાદન કરી દર્શકોને મંત્ર મુગ્ધ કર્યા હતા.તબલા-તબલા સંસ્થાનની દીકરીઅો દ્વારા અને જુગલબંધી સિતાર સપ્તક સંસ્થાઅોની દીકરીઅો દ્વારા રજૂ કરવામાં અાવ્યા હતા જ્યારે પંડિત રોનુ મજમુદાર અેન્ડ ગૃપ દ્વારા ફલ્યુટ,તબલા,પખાવજ, જુગલબંધી પંડિત વિશ્વજીત રોય ચાૈધરી દ્વારા સરોદવાદન અને રાહુલકુમાર શર્મા સંતુરવાદન રજૂ કરી શ્રોતાઅોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.તાના-રીરી મહોત્સવ સમપાન પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ મંત્રી તેમજ અન્ય મહનુભાવો દ્વારા પંડિત રોનુ મજુમદાર,પંડિત રાહુલ શિવકુમાર શર્માપંડિત વિશ્વજીત રોય ચૌધરી,પંડિત ઋષિકેશ મજુમદાર,પંડિત હેતલ જોષી,પંડિત મુંજાલ મહેતાનું સ્વાગત-સન્માનકરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી લિખિત નર્મદે સર્વદે ગીત જે માલા પંકજભાઇ ભટ્ટ અને પંકજભાઇ ભટ્ટ દ્વારા રચિત સીડીનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજભાઇ ભટ્ટ,અગ્રણી સોમાભાઇ મોદી,ધારાસભ્ય કરશનભાઇ સોલંકી,ડો.આશાબેન પટેલ,અમજલજી ઠાકોર, પૂર્વ સાંસદ જીવાભાઇ પટેલ,જિલ્લા કલેકટર એચ.કે.પટેલ સહિતના અગ્રણીઅો સંગીત રસિકો અને પ્રબુધ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36M0ykw
via IFTTT
No comments:
Post a Comment