ઇક દિન બિક જાયેગા માટી કે મોલ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, November 4, 2019

ઇક દિન બિક જાયેગા માટી કે મોલ

a-1721689088-large રુ રવીન્દ્રનાથ ટાગોરના ઉપન્યાસ ‘ગોરા’માં એક અંગ્રેજ બાળકનો ઉછેર હિન્દુસ્તાની પરિવારમાં થયો અને પોતાની યુવાવસ્થામાં તેણે અંગ્રેજો વિરુદ્ધ ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો. આ રીતે એક અંગ્રેજ જ અંગ્રેજો વિરુદ્ધ થયો. એકદમ એવી જ રીતે ઉપન્યાસ ખ્વાજા અહેમદ અબ્બાસે લખ્યું, આ વિચારથી પ્રેરિત કેટલીક ફિલ્મો બની છે. બલદેવ રાજ ચોપરાએ ‘ધર્મપુત્ર’ નામની સફળ ફિલ્મ બનાવી હતી. રાજ કપૂરની ‘આવારા’ પણ મનુષ્ય જન્મ કરતા વધુ મહત્વ તેના ઉછેરને આપે છે. પ્રયાગરાજની લખેલી ‘ધરમ-કરમ’ રણધીર કપૂરે નિર્દેશિત કરી હતી અને આશ્ચર્યની વાત એ છે કે આ ફિલ્મ ઉછેર કરતા વધુ મહત્વ જન્મને આપે છે. જોકે, ‘આવારા’ માથાના વાળ ઊભા કરી દે છે. આ ફિલ્મમાં એક સંગીતકારના પુત્રનો ઉછેર એક ગુંડો કરે છે અને તેને અપરાધી બનાવવામાં તનતોડ મહેનત કરે છે પરંતુ સંગીત તો તેના કણ-કણમાં વસેલું છે. ગુંડાના પુત્રનો ઉછેર એક સંગીતકાર કરે છે પરંતુ તે અપરાધ કરે છે. થોડા દિવસ પહેલા જ ટેલિવિઝન પર પરેશ રાવલ અભિનીત ફિલ્મ ‘ધરમ સંકટ’માં એક મુસ્લિમ બાળકને હિન્દુ પરિવાર દત્તક લે છે. તે પોતાના જન્મની હકીકત જાણતા જ પોતાના પિતાને મળવા જાય છે પરંતુ તે સંસ્થાનો અધિકારી તેને પરમિશન નથી આપતો. પુત્રના પિતાને મળવાની મહેનતના ચારેય તરફ આ આખી ફિલ્મ ફરે છે અને કોર્ટનો ઓર્ડર મળ્યા પછી જ્યારે તે પિતાને મળવા પહોંચે છે ત્યારે કેટલીક ક્ષણ પૂર્વ જ તેના પિતાનું મૃત્યુ થઈ જાય છે. પુત્ર, પિતાને કાંધ આપે છે. રાજ કપૂર અને નરગિસના જુદા થયા પછી રાજ કપૂરે દારુ પીવાનું શરૂ કરી દીધું હતું. તેના પિતા પૃથ્વીરાજ કપૂરે તેને કહ્યું કે ખૂબ જ કમનસીબ હોય છે એ પિતા જેના કાંધ પર તેનો પુત્ર જાય છે. કાયમ પુત્રના કાંધ પર પિતા જાય છે. આટલું સાંભળ‌ીને જ રાજકૂપર ફરી ફિલ્મ નિર્માણના કામમાં લાગી જાય. થોડા વર્ષ પૂર્વ જ પંકજ કપૂર અભિનીત ફિલ્મ ‘ધરમ’ પ્રદર્શિત થઈ હતી. બનારસમાં દંગા થાય છે અને પંડિતને એક નવજાત રોડ પર રડતો મળે છે. એક જ્ઞાનીના બાળકે સંસ્કૃત શ્લોકનો અર્થ સમજ્યો અને તેને કંઠસ્થ કરી લીધો. ઓજસ્વી બાળક પર આખો પરિવાર અને મોહલ્લો મંત્રમુગ્ધ હતો. થોડા વર્ષ પછી તેને જન્મ આપનાર માતા-પિતા આવ્યા અને તેને ચોક્કસ પ્રમાણ આપીને સિદ્ધ કર્યુ કે બાળક તેમનો પુત્ર છે. છેલ્લે મુસ્લિમ પરિવારમાં જન્મેલો બાળકો પોતાના પરિવારમાં પાછો આવી જાય છે. થોડા સમય પછી શહેરમાં ફરીથી દંગા થાય છે. વેદ ઉપનિષદના જ્ઞાની પંકજ કપૂર તલવારોથી ઘેરાયેલા ઘરમાં જઈને બાળકની રક્ષા કરે છે. તે બામન પર કોઈ તલવાર નથી ચલાવતો. બધી હિંસા તેની નૈતિકતાની સામે લાચાર થઈ જાય છે.પરમ શ્રદ્ધેય શ્રીરામકૃષ્ણ પરમહંસ કેટલાક સમય સુધી મુસલમાન પરિવારમાં એક મુસલમાનની જેમ રહ્યા અને પોતાના આ વિલક્ષણ અનુભવ પછી એ નિષ્કર્ણ પર પહોંચ્યા કે ક્યારેક ધર્મ પોતાના મૂળ સ્વભાવમાં એક સમાન છે. સ્વામી વિવેકાનંદે પણ કહ્યું હતું કે તે એ સમય માટે પ્રાર્થના કરે છે જ્યારે હિન્દુ-મુસ્લિમ મિત્ર તરીકે કામ કરતા ભારતને ગરીબી અને બેરોજગારીથી મુક્ત કરાવશે. આજે પ્રતિક્રિયાવાદી જૂથ રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના સોગંદ આપે છે પરંતુ તેમના આદર્શના વિપરીત આચરણ કરે છે. રાજકુમાર હિરાણીની ફિલ્મ ‘પીકે’માં હીરો પૂછે છે કે માનવ શરીર પર ઓળખનો ઠપ્પો ક્યાં લાગ્યો છે. વર્તમાનમાં બધા લોકો ઉછેર અને સામાજિક વાતાવરણના મહત્વને સ્વીકાર કરે છે. તેની સાથે જ જેનેટિક પ્રભાવના વૈજ્ઞાનિક તથ્યને પણ નંજરઅંદાજ નથી કરી શકતા. એ શક્ય છે કે મનુષ્યની વિચાર પ્રક્રિયા પર જેનેટિક પ્રભાવ ઉછેર અને સામાજિક વાતાવરણના મિશ્રિત પ્રભાવની અસર હોય છે. કોઈ એક વાતને નિર્ણાયક નથી માની શકાતું. મનુષ્ય વિચાર પ્રણાલીની મિક્સી ખૂબ ઝીણું દળે છે.

ગુ

જયપ્રકાશ ચોક્સે

લેખક જાણીતા ફિલ્મ સમીક્ષક છે



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
a-1721689088-large
Div News - ek din bik jayega soil or mole 063101


from Divya Bhaskar https://ift.tt/2qpTQQs
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad