
વિવારે રાતે હું મુંબઈ લોકલમાં યાત્રા કરી રહ્યો હતો. આશરે એક કલાક 5 મિનિટની સફર હતી. રવિવારે સામાન્ય રીતે ટ્રેનમાં ભીડ ઓછી હોય છે, ખાસ કરીને જો તમે ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ટીવીના પ્રાઇમ ટાઇમવાળા કલાકો દરમિયાન યાત્રા કરી રહ્યો હોવ જ્યારે આ સમયે મોટાભાગે મુંબઈકર ઘરોમાં ટીવી સ્ક્રીનની સામે ચોંટીને બેઠાં રહે છે. હું જ્યારથી મુંબઈ આવ્યો છું, કેટલાય દાયકાઓથી મારી આદત છે કે જ્યારે પણ હું ઉપનગરીય લોકલ ટ્રેનમાં સવાર થાવ છું તો વ્યસ્ત રહેવા માટે કંઈ પણ વિશેષ નથી કરતો. હું માત્ર પોતાની આજુબાજુના માહોલને લોકોને અને તેમના વ્યવહારને જોવું છું. હું તેમની ખુશી અને તકલીફને સમજવાની સાથે એવો પણ પ્રયાસ કરું છું કે તેમના જ મોઢેથી સરકાર વિશે અને તેમની ખરીદારી કરવાના વ્યવહાર વિશે જાણવા મળે. ત્યાં સુધી કે હું તેમના હાથમાં પકડેલા અખબારને પણ પાછળની તરફથી વાંચી લઉં છું! જોકે, આ સારી આદત નથી પરંતુ લોકલ ડબ્બામાં જગ્યા એટલી ઓછી હોય છે કે તમને ઈચ્છા ન હોવા છતાં પણ લોકોની વાતચીત સંભાઈ જાય છે.રવિવારના દિવસે જ્યારે ટ્રેન ચાલી તો ડબ્બામાં મારા સિવાય અન્ય 16 યાત્રીઓ હતા. બધા એક-બીજાની સામે ચોક્કસ બેઠાં હતા પરંતુ બધા પોત-પોતાના મોબાઈલ ફોનમાં ચોંટેલા હતા. 65 મિનિટની સફર દરમિયાન ટ્રેન 14 સ્ટેશનો પર ઊભી રહી અને કુલ 87 નવા યાત્રીઓએ ડબ્બામાં પ્રવેશ કર્યો અને ઉતર્યા પરંતુ આ મોબાઇલમાં ઘુસેલા 16 યાત્રીઓને તેની જરા પણ ખબર ન હતી. ત્યાં સુધી કે મારું સ્ટેશન આવતા પહેલા તે 16માંથી 5 યાત્રી ઉતરી ગયા જ્યારે 5 અન્યએ તેમની જગ્યા લઈ લીધી. આ તમામ 21 યાત્રીઓ વિશે એક સામાન્ય વાત એ હતી કે જ્યારે ટ્રેન કોઈ સ્ટેશન પર પહોંચી રહી હતી અથવા તેને છોડી રહી હતી તો તેમાંથી કોઈએ પણ મોબાઇલ સ્ક્રીનમાં ઘુસેલું પોતાનું માથું ઉપાડીને બહાર ન જોયું. દરેક યાત્રીના હાથમાં એક મોંઘો ફોન હતો અને કાનમાં ઇયરફોન લાગેલા હતા. સોમવારે સવારે મને મારો આ યાત્રા અનુભવ એટલે પણ ધ્યાન આવ્યો જ્યારે મેં એક એવી જ ઘટના વિશે સાંભળ્યું જેમાં એક 27 વર્ષીય આકર્ષક દેખાતો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર સૌરભ ઘોષનો જીવ જતો રહ્યો. તે શનિવારે કોલકાતા પાસે એક ટ્રેન દુર્ઘટનાનો શિકાર થઈ ગયો.હાવડાના બાઉરિયા વિસ્તારમાં એક ફેક્ટરીમાં કામ મળ્યા પછી સૌરભ કોલકાતા શિફ્ટ થઈ ગયો હતો. ગેઝેટ પ્રેમી આ યુવા એન્જિનિયરે 15 દિવસ પહેલા જ આઇફોન ખરીદ્યો હતો અને તેના ફીચર્સને લઈને રોમાન્ચિત હતો. શનિવારના દિવસે સૌરભ ટ્રેનથી જમશેદપુર સ્થિત પોતાના જઈ રહ્યો હતો. તે ડબ્બાના ખૂણામાં એક બારીવાળી સીટ પર બેઠો હતો. રાતે આશરે 11 વાગે જ્યારે ટ્રેન કોલકાતાથી 48 કિમી. દૂર ઉલુબેરિયા સ્ટેશન પર ઊભી રહી તો તે નવા આઇફોન પર કોઈ સાથે વાત કરી રહ્યો હતો.ટ્રેન સ્ટેશનથી રવાના થવા લાગી, અચાનક જ ડબ્બામાં પહેલાથી હાજર એક વ્યક્તિએ તેનો ફોન છીની લીધો અને ભાગીને બહાર કૂદી ગયો. જરા કલ્પના કરો, જો સૌરભે ફોનમાં ખોવાઇ જવાની જગ્યાએ ધ્યાન આપ્યું હોત કે કોણ ડબ્બામાં આવ્યું અને કોણ ઉતર્યુ છે તો ઘણાઅંશે શક્ય હતું કે તેની નજરો તે સંદિગ્ધ વ્યક્તિ સાથે જરૂર મળી હોત અને તેને ખતરાનો અણસાર આવી ગયો હોત પરંતુ તે ફોનના ચક્કરમાં પોતાની આજુબાજુના ઘટનાક્રમથી સંપૂર્ણપણે અજાણ હતો.
ફંડા એ છે કે પોતાના બાળકોને સમજાવો કે તે જ્યારે પણ લોકોની વચ્ચે કોઈ સાર્વજનિક સ્થળ પર હોય તો પોતાના ફોનમાં ખોવાઇ જવાની જગ્યાએ એ જુએ કે તેની આજુબાજુ શું ચાલી રહ્યું છે અને લોકોનો વ્યવહાર કેવો છે!
ર
એન. રઘુરામન
મેનેજમેન્ટ ગુરુ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2oLjRcD
via
IFTTT
No comments:
Post a Comment