રાણાખીરસરા પાસે કારે બાઇકને હડફેટે લેતા વૃદ્ધને ઇજા પહોંચી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, November 10, 2019

રાણાખીરસરા પાસે કારે બાઇકને હડફેટે લેતા વૃદ્ધને ઇજા પહોંચી

પોરબંદર જીલ્લામાં વાહનો અન્ય વાહનોને હડફેટે લઇ ઇજાઓ પહોંચાડવાના અનેક બનાવો બની રહયા છે ત્યારે વધુ એક બનાવ નોંધાયો છે જેમાં જામજોધપુરના સખપુર ગામે રહેતા લીલાભાઇ ડાકી નામના વૃધ્ધ પોતાનું બાઇક નંબર GJ-03-DR-5497 ચલાવીને રાણાખીરસરા પાવરહાઉસ પાસેના રોડ પરથી આવતા હતા તે દરમ્યાન એક કાર નંબર GJ-12-BR-1017 ના ચાલકે પોતાની કારને પૂરઝડપે ચલાવી વૃધ્ધના બાઇક સાથે હડફેટે લેતા વૃધ્ધને જમણા પગ તથા ડાબી આંખ પર ગંભીર ઇજાઓ પહોંચાડી કાર ચાલક નાશી છૂટયો હતો. ઉના તાલુકાના માણેકપુર ગામે રહેતા સંજયભાઇ ચીપરભાઇ રાઠોડ નામના ખલાસી દિવ દરિયા કિનારેથી 30 કીમી અને 30-25 નોટીકલ માઇલ દૂર દરિયામાં માછીમારી કરવા ગયા હતા અને તેની સાથે 8 જેટલા માછીમારો બોટમાં માછીમારી કરતા હતા, તે દરમ્યાન ગત તા.17-10 ના રોજ રાત્રે 11 વાગ્યાના અરસામાં સંજયભાઇ માછીમારી દરમ્યાન બોટમાંથી બાથરૂમ કરવા જતા ભારે પવન અને મોજાના કારણે અકસ્માતે દરિયામાં પડી ગયા હતા, અને સંજયભાઇની લાશ તા.30-10 ના રોજ દરિયામાંથી મળી આવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/36Sa0D5
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here