...અનુસંધાન પાના નં. 10
બીજીબાજુ એનસીપીએ કહ્યું છે કે પક્ષ પ્રમુખ શરદ પવાર કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે સોમવારે નવી દિલ્હીમાં મુલાકાત કરશે. મહારાષ્ટ્રમાંથી કોંગ્રેસના રાજ્યસભાના મુસ્લિમ સાંસદ હુસેન દલવાઈએ સોનિયાને પત્ર લખી શિવસેનાને ટેકો આપવા અનુરોધ કર્યો છે.
બીજીબાજુ ભાજપ-શિવસેના યુતિમાં સામેલ આરપીઆઈના નેતા અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી સાથે મુલાકાત કરી હતી. તેમણે ભાજપ સૌથી મોટો પક્ષ હોવાનું જણાવી તેને સરકાર રચવા આમંત્રણ આપવા વિનંતી કરી હતી.
શિવસેનાએ શનિવારે તેના મુખપત્ર સામનામાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ શાસનની ધમકી મહારાષ્ટ્રના જનાદેશનું અપમાન છે. ભાજપના નેતા મુનગંટીવારે એક દિવસ અગાઉ એક ટીવી ચેનલને કહ્યું હતું કે જો 7 નવેમ્બર સુધીમાં સરકાર રચાશે નહીં તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાશે. આ અંગે શિવસેનાએ કહ્યું છે કે મુનગંટીવારનું નિવેદન એ વાતનો પુરાવો છે કે ભાજપ અને તેમના મનમાં શિવસેના પ્રતિ કેટલી કડવાશ છે. શું રાષ્ટ્રપતિ ભાજપના નિયંત્રણમાં છે અથવા રાષ્ટ્રપતિની સહી ભાજપના કાર્યાલયમાં છે કે જેનો ઉપયોગ રાજ્યમાં સરકાર રચાય નહીં તો તે માટે કરી શકાય?
નરમ-ગરમ શિવસેના |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33aKvLb
via IFTTT
No comments:
Post a Comment