
‘મહા’ વાવાઝોડાને પગલે દેશનાં 16 રાજ્યોમાં ભારે વરસાદ નોંધાયો છે. તેમાં પણ પાંચ રાજ્યોમાં સૌથી વધુ અસર જોવા મળી છે. મહારાષ્ટ્રના 27 જિલ્લામાં સામાન્ય કરતા વધુ પાણી પડ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન વાવાઝોડાની ગતિ પ્રતિ કલાક 19 કિમીથી વધી 25 કિમીની થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ અસર પાલઘર, નાશિક, જલગાંવ અને અકોલામાં સૌથી વધુ પાણી પડ્યું હતું. સ્કાયમેટના જણાવ્યા મુજબ જેમજેમ વાવાઝોડું દરિયાકાંઠેથી દૂર થતું ગયું તેમ તેમ તમિલનાડુ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્રમાં ભારે વરસાદની સંભાવના ઘટતી ગઈ હતી. જો કે હવામાન વિભાગે ચેતવણી આપી છે કે દરિયામાં 10થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. દક્ષિણના રાજ્યો હવે સંપૂર્ણપણે આ વાવાઝોડામાંથી મુક્ત થઈ ગયા છે.
જમ્મુ-કાશ્મીરમાં આંધી-વીજળીની આશંકા
હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 24 કલાકમાં આંધી અને વીજળી પડવાની શક્યતા છે. પૂર્વ અરબી સમુદ્રમાં 150 કિમીની ઝડપે પવન ફૂંકાશે. આથી ગુજરાત, મુંબઈ અને કોંકણના દરિયાકાંઢે માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના અપાઈ છે. આ વિસ્તારોમાં આગામી બે-ત્રણ દિવસ ભારે વરસાદ થવાની શક્યતા છે.
સતત રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહેલા ‘મહા’ વાવાઝોડાની અસરોની તમામ અપડેટ્સ માટે ડાઉનલોડ કરો ‘દિવ્ય ભાસ્કર’ એપ
નાશિક
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2PE1wcu
via
IFTTT
No comments:
Post a Comment