
ઈસ્લામાબાદ | પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન 9 નવેમ્બરે થશે. તેના પહેલા જ વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે કરતારપુર પરિસરની શ્રેષ્ઠ તસવીરો ટ્વિટ કરી હતી. તેમાં મુખ્ય ગુરુદ્વારા દરબાર સાહિબની તસવીરો છે. ઈમરાને એમ પણ કહ્યું કે તે ગુરુનાનક સાહેબની 55ડમી જયંતી પર શીખ શ્રદ્ધાળુઓના સ્વાગત માટે તૈયાર છે. ઈમરાને નિર્માણકાર્ય સમયસર પૂરું કરી લેવા માટે પોતાની સરકારને શુભેચ્છા પાઠવી હતી. પાકિસ્તાનમાં કહેવાય છે કે ઈમરાન ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેના પહેલા તેમણે અહીં આવવાના ઈચ્છુક શીખ શ્રદ્ધાળુઓ માટે પાસપોર્ટની શરતો પણ સમાપ્ત કરી હતી. ફક્ત જરૂરી કાયદેસર ઓળખપત્ર ફરજીયાત કર્યો હતો. સાથે કહ્યું હતું કે અહીં આવવા ભારતીયોએ 10 દિવસ પહેલા રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે. ગુરુનાનક સાહબેની 550મી જયંતિ અને કોરિડોરના ઉદઘાટનના દિવસે ચાર્જ પણ નહીં લેવાય. જોકે અન્ય દિવસોમાં 1400 રૂપિયા ફી વસૂલાશે.
કોરિડોરનું ઉદઘાટન ત્યારે થઇ રહ્યું છે જ્યારે રાજધાની ઈસ્લામાબાદમાં હજારોની સંખ્યામાં દેખાવકારો હાજર છે. તે ઈમરાનના રાજીનામાની માગ કરી રહ્યાં છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે કરતારપુર જનારા જથ્થામાં પૂર્વ પીએમ મનમોહન સિંહ, પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ, કેન્દ્રીયમંત્રી હરદીપ પુરી સહિત 575 લોકોના નામ સામેલ છે. તેની માહિતી પાકિસ્તાન સાથે શેર કરાઈ છે. જે આ યાદીમાં સામેલ નથી તેમણે રાજકીય મંજૂરી લેવી પડશે.કરતારપુર કોરિડોર પંજાબના ગુરદાસપુરમાં સ્થિત ડેરા બાબા નાનક ગુરુદ્વારાને કરતારપુર સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબ સાથે સાંકળે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36vP70o
via
IFTTT
No comments:
Post a Comment