


એજન્સી | લંડન
પ્રોફેશનલ સંગીતકાર સ્ટીફન મોરિસને તેમનું ચોરાઈ ગયેલું એન્ટિક વાયોલિન 10 દિવસે પરત મળી ગયું છે. આ વાયોલિન 310 વર્ષ જૂનું છે અને તેની કિંમત અઢી લાખ પાઉન્ડ (અંદાજે 2.28 કરોડ રૂપિયા) છે. આ વાયોલિન ઇ.સ. 1709માં ડેવિડ ટૅકલરે બનાવ્યું હતું. ગત 22 ઓક્ટોબરે સાઉથ લંડનમાં ટ્રેનમાં સ્ટીફનના પ્રવાસ દરમિયાન આ વાયોલિન ચોરાઈ ગયું હતું. સ્ટીફનની ફરિયાદ પછી બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને વાયોલિન સાથે એક વ્યક્તિની ઓળખ કરી. માત્ર 24 કલાકમાં ચોરે સ્ટીફનને ટિ્વટર પર મેસેજ કર્યો કે, ‘હું તમને વાયોલિન પરત કરવા માગું છું.’
ફોન પરની વાતચીતમાં નક્કી થયેલી જગ્યાએ ચોર વાયોલિન સાથે પહોંચ્યો. તેણે પોતાની ભૂલ માટે સ્ટીફનની માફી માગી અને વાયોલિન પરત કરી દીધું. વાયોલિન મળી ગયા પછી સ્ટીફને જણાવ્યું કે, વાયોલિન ખોવાઈ ગયા પછી મને ઊંઘ નહોતી આવતી. હવે હું ખુશ છું. તે પહેલાં જેવું જ છે. બીજી તરફ બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસે કહ્યું કે, ચોર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, કારણકે તેણે સામેથી સ્ટીફનનો સંપર્ક કરીને વાયોલિન પરત કરી દીધું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2JMCnsF
via IFTTT
No comments:
Post a Comment