વીરપુર ધામે જલારામબાપાની 220મી જન્મ જયંતીએ બાપાને વંદન કરવા - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, November 3, 2019

વીરપુર ધામે જલારામબાપાની 220મી જન્મ જયંતીએ બાપાને વંદન કરવા


વીરપુર ધામે જલારામબાપાની 220મી જન્મ જયંતીએ બાપાને વંદન કરવા સૌરાષ્ટ્રના માર્ગો વીરપુર ભણી ફંટાયા હતા. ગાગર જેવડા વીરપુરમાં ભક્તોનો મહાસાગર ઉમટી પડ્યો હતો. જલારામબાપાનો જન્મ અભિજીત નક્ષત્રમાં સવંત 1856 કારતક સુદ સાતમના દિવસે વીરપુર ગામમાં થયો હતો. જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો જેવા મંત્રથી સદાવ્રતની સેવાથી વિશ્વભરમાં ખ્યાતિ પામનાર સંત શિરોમણીના આશિર્વાદ મેળવી રવિવારે હજારો ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. મોડી રાતથી જ ભક્તો દર્શન માટે કતારોમાં ઉભા હતા.

વીરપુર વેપારી મિત્ર મંડળ દ્વારા વીરપુરના રસ્તાઓ અને મેઇનબજારોમાં ધજા-પતાકા અને રોશનીનો શણગાર સજાવાયો હતો. જલારામ જયંતીને રવિવારે વહેલી સવારે બાપાના સમાધિ સ્થળે બાપાના પરિવાર દ્વારા પૂજા - અર્ચના કરવામાં આવી હતી. જલારામબાપાની 220મી જન્મ જયંતી નિમિતે વીરપુરના યુવક મંડળ દ્વારા 220 કિલોની કેક તૈયાર કરવામાં આવી હતી અને દર્શનાર્થીઓને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવી હતી. જય જલિયાણના નાદ સાથે વીરપુરમાં જલારામ બાપા ની 220 મી જન્મ જ્યંતીની ઉજવાઇ હતી. વીરપુરમાં ઠેક ઠેકાણે જલારામ બાપાના જીવન ચરિત્રના ફ્લોટસ ઉભા કરાયા છે અને બાપાનું જીવન ચરિત્રને દર્શાવવામાં આવ્યું છે. ઘેર ઘેર રંગોળીઓ કરાઇ છે, વિરપુર જાણે કે હિલોળે ચડ્યું છે, બાપા ના દર્શન કરવા માટે દેશ વિદેશમાંથી ભક્તોનો પ્રવાહ મોડી રાત સુધી અવિરત વહી રહ્યો છેે.કતારોમાં ઉભેલા ભાવિકો માટે સેવાભાવી સંસ્થાઓ ખડેપગે સેવા પૂરી પાડી રહી છે. જેમાં નાસ્તાથી લઇને પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાપાના ભક્તોને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે તે માટે તમામ તકેદારી રાખવા આવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/33cZnbZ
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here