



એજન્સી | બેંગલુરુ
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) 8 નવેમ્બરે અાંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ કિનારે કે-4 ન્યૂક્લિયર મિસાઈલનું પરીક્ષણ કરશે. આ ટેસ્ટ પાણીની અંદર બનેલા પ્લેટફોર્મથી કરાશે. આ મિસાઈલ 3500 કિમી દૂર સુધી નિશાન સાધી શકે છે. આ દેશની બીજી અંડરવોટર મિસાઈલ છે. અગાઉ 700 કિમી મારકક્ષમતાવાળી બીઓ-5 મિસાઈલ બનાવાઈ હતી.ડીઆરડીઓના સૂત્રો મુજબ કે-4નું પરીક્ષણ ગત મહિને કરવાનું હતું પણ કોઈ કારણે ટાળી દેવાયું. ડીઆરડીઓ આગામી અમુક અઠવાડિયામાં અગ્નિ-3 અને બ્રહ્મોસ મિસાઈલના પરીક્ષણની યોજના બનાવી રહ્યું છે.
અમેરિકા, બ્રિટન સાથે ભારત છઠ્ઠો દેશ જેની પાસે અંડરવોટર મિસાઈલ
દેશમાં બનેલી પહેલી ન્યૂક્લિયર આર્મ્ડ સબમરીન આઈએનએસ અરિહંતને ઓગસ્ટ 2016માં નેવીની ફ્લિટમાં સામેલ કરાઈ હતી. ન્યૂક્લિયર આર્મ્ડ સબમરીન ધરાવતો ભારત વિશ્વનો છઠ્ઠો દેશ છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન પાસે જ આવી સબમરીન છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33oZMbh
via IFTTT
No comments:
Post a Comment