પૂરા થયા સેવા વર્ષ અને બાકી રહેલા સમય મુજબથી નક્કી કરાશે રકમ
50 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરના કર્મચારીઓ કરી શકે છે આવેદન
બીએસએનએલ સ્વૈચ્છિત સેવા નિવૃતિ યોજના-2019ના અનુસાર 50 વર્ષ એટલે તેનાથી વધુ ઉંમરના બીએસએનએલના દરેક નિયમિત અને સ્થાયી કર્મચારી વીઆરએસ માટે આવેદન આપવાના પાત્ર. આમાં તેઓ કર્મચારી પણ સામેલ છે. જે બહાર બીજા સંગઠનમાં પ્રતિનિયુક્તિ આધાર પર કામ કરી રહ્યાં છે. પાત્ર કર્મચારી માટે અનુગ્રહ રકમ પૂરા કરવામાં આવેલ પ્રત્યેક સેવા વર્ષની અવેજમાં 35 દિવસ તથા બાકી રહેલા સેવા મુદત માટે 25 દિવસના વેતન બરાબર રહેશે
સરકારે કરી છે 69000 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત
સરકારે ગત મહિને બીએસએનએલ અને એમટીએનએલ માટે 69000 કરોડ રૂપિયાના પુનરૂધ્ધાર પેકેજની જાહેરાત કરી છે. જેમાં નુકસાનીમાં ચાલી રહેલી બન્ને સરકારી ટેલિકોમ કંપનીઓના મર્જર, તેમની સંપત્તિઓને બજાર પર લાવવા તથા કર્મચારીઓને વીઆરએસ આપવાનું સામેલ છે. આ પગલાનો ઉદ્દેશ્ય મર્જર પછી કંપનીઓને બે વર્ષમાં લાભમાં લાવવાનું છે. કેન્દ્રિય મંત્રીમંડળે એમટીએનએલ અને બીએસએનએલના મર્જરને મંજૂરી આપી છે. એમટીએનએલ મુંબઇ અને નવી દિલ્હીમાં સેવા આપે છે.
એમટીએનએલની યોજના 3 ડિસેમ્બર સુધી કર્મચારીઓ માટે ખુલી
મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (એમટીએનએલ)ને દરેક પોતાના કર્મચારીઓ માટે વીઆરએસ લાગુ કરી છે. કર્મચારીઓ માટે આ યોજના ત્રણ ડિસેમ્બર સુધી લાગુ પડશે. તાજેતરમાં એમટીએનએલ દ્વારા કર્મચારીઓને રજૂ કરવામાં આવેલ નોટીસમાં કહેવામાં આવ્યું છે. દરેક નિયમિત અને સ્થાયી કર્મચારી જે 31 જાન્યુઆરી 2020 સુધી 50 વર્ષ પુરા કરી શકે અથવા તેનાથી વધુ ઉંમરના હશે, તેઓ યોજનાનો લાભ લેવાના પાત્ર બનશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2NQA6hd
via IFTTT
No comments:
Post a Comment