જામનરગમાં ખોડીયાર કોલોની રડાર રોડ પર પાર્વતી જવેલર્સ નામની દુકાનમાં ગત તા.12ની સપ્ટે.ના રાત્રે દિવાલમાં બાકોરૂ પાડી કોઇ તસ્કરો અંદરથી ચાંદીની મુર્તિઓ,શ્રફળ,કંકાવટી સહીત રૂ.1.75 લાખની કિ઼મતના દાગીનાઓ ચોરી કરી લઇ ગયાની ફરીયાદ દુકાનદાર દિલીપભાઇ ઇન્દ્રલાલેખ સીટી સી પોલીસ મથકમાં નોંધાવી હતી.ચોરીના આ બનાવમાં તપાસ દરમિયાન સીસીટીવી ફુટેજ પણ ચેક કરવામાં આવ્યા હતા જેમાં તસ્કરો રીક્ષામાં આવ્યા હોવાનુ બહાર આવ્યુ હતુ.
જે દરમિયાન એલસીબીના નિર્મળસિંહ જાડેજા, વનરાજભાઇ મકવાણા અને મિતેશભાઇની ટીમને પેટ્રોલિંગ વેળાએ ઉકત ચોરીમાં સંડોવાયેલા શખ્સો રીક્ષામાં દરબારગઢથી ચાંદીબજાર તરફ આવી રહયા હોવાની બાતમી મળી હતી.જેના આધારે પોલીસ ટુકડીએ વોચ ગોઠવીને શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક રીક્ષાને અટકાવીને તેમાં રહેલા ચાર શખ્સોને સંકજામાં લઇ તલાશી લેતા અંદરથી ચાંદીની 7.350 કિલોગ્રામ ચાંદીની પાટ મળી આવી હતી.આથી પોલીસે રવિ કાનાભાઇ ભટ્ટ, સલીમ હુશેન સુભણીયા, તોગણશી સોમાભાઇ અને મુકેશ ગોવિંદભાઇ રામાવતની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી.પોલીસ પુછપરછ દરમિયાન ચારેયએ જવેલર્સ પેઢીમાં ચોરીની કબુલાત આપી હતી.આથી રીક્ષ,ચાંદીની પાટ,બાકોરૂ પાડવામાં ઉપયોગ કરાયેલા કોશ,ત્રિકમ, હથોડી સહીત રૂ.3.36 લાખની મતા કબજે લીધી હતી.આ ચારેય આરોપીનો કબજો સીટી સી પોલીસને સુપરત કરાયો છે. પોલીસના સકંજામાં સપડાયેલી ટોળકીના સલીમ અને મુકેશને અગાઉ વર્ષ 2012માં એલસીબી પોલીસે જાલીનોટના ગુનામાં પકડયા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32mVos6
via IFTTT
No comments:
Post a Comment