રાજ્યમાં મહા વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું હતું.ત્યારે હાલાર માટે વાવાઝોડને લઇ રાહતના સમાચાર મળ્યા છે.અરબી સમુદ્રમાં ઉત્પન થયેલ વાવાઝોડું નબળું પડ્યુ઼ છે.વાવાઝોડાની દિશા પણ બદલાઇ છે.મંગળવારે દિશા બદલાઇને સૌરાષ્ટ્ર તરફ દિશા મંડાઇ હતી.સૌરાષ્ટ્ર તરફ ફંટાયેલ વાવાઝોડું દ્વારકાથી માત્ર 650 કિમી જેટલું જ દુર રહ્યું હતું.ત્યારે તંત્ર પણ એલર્ટ થઇ ગયું હતું.દ્વારકા ગોમતીઘાટ ખાલી કરાવીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દિધો હતો.પરંતુ બુધવારે બપોર પછી વાવાઝોડાએ દિશા બદલી હતી.દિવમાં દક્ષિણ દિશામાં થઇ વાવાઝોડુ દરિયામા઼ં સમાઇ જશે.સતત મંદ પડતું જતુ વાવાઝોડાના પગલે દ્વારકા અને જામનગર પંથકમાં વરસાદ પડવાની સંભવિત શક્યતા વ્યક્ત કરાઇ છે.બુધવારે અસર વર્તાતા જમનગર પંથકમાં વરસાદી ઝાપટા પણ પડ્યા હતાં.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33B8t24
via IFTTT
No comments:
Post a Comment