‘મુન્ના ભાઈ 3’ થઈ શકે છે શેલ્વ, નવા પ્રોજેક્ટ માટે રિયુનાઇટ થશે અરશદ અને સંજૂ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, November 7, 2019

‘મુન્ના ભાઈ 3’ થઈ શકે છે શેલ્વ, નવા પ્રોજેક્ટ માટે રિયુનાઇટ થશે અરશદ અને સંજૂ

સંજય દત્ત અને અરશદ વારસીની જોડીને લોકો લાંબા સમયથી પડદા પર મિસ કરી રહ્યા છે. ‘મુન્ના ભાઈ’ સીરીઝમાં બંનેને ખૂબ પસંદ પણ કરવામાં આવ્યા હતા. ‘મુન્ના ભાઈ 3’ને લઈને ચર્ચા હતી કે રાજકુમાર હિરાણી લાંબા સમયથી આ ફિલ્મની સિક્વલ બનાવવા ઇચ્છતા હતા પરંતુ સંજય પોતાની કાયદાકીય બાબતોનો ઉકેલ લાવવામાં વ્યસ્ત હતો. જોકે, હવે ‘મુન્નાભાઈ 3’ શેલ્વ થતી દેખાઈ રહી છે. હવે મુન્ના અને સર્કિટની જોડી એક નવા પ્રોજેક્ટમાં ફરીથી સાથે જોવા મળશે. અરશદે પોતાની અપકમિંગ ફિલ્મને લઈને હિન્ટ પણ આપી છે. તેણે જણાવ્યું કે આ ફિલ્મમાં સંજય દત્ત એક દિવ્યાંગ ડોનના રોલમાં દેખાશે. તેમાં તે તેમના માટે માર્ગદર્શકનો રોલ પ્લે કરતા દેખાશે.

શેલ્વ થઈ રહેલી ‘મુન્ના ભાઈ 3’

હિરાણી પર મીટૂના આરોપોના કારણે પણ ફિલ્મના શેલ્વ હોવાના સમાચાર હતા. થોડા સમય પહેલા બોમન ઇરાણીએ પણ કહ્યું હતું કે આ સિક્વલ નહીં બની શકે. હવે અરશદે પણ કહ્યું કે યોગ્ય સ્ક્રિપ્ટ ન હોવાના કારણે કદાચ ફિલ્મ શેલ્વ થતી દેખાઈ રહી છે. હિરાણીના કાયદાકીય બાબતોમાં પડવાના કારણે પણ સ્ક્રિપ્ટિંગનું કામ આગળ વધતું ગયું. હિરાણી પર લાગેલા મીટૂના આરોપો વિશે જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, ‘લોકો શું કહે છે, શું નથી કહેતા, હું નથી જાણતો. હું આ બંને લોકોને ઓળખું છું. ક્યારેય ખરાબ વર્તન કરતા તેમને નથી જોયા.’

‘તમારી લાઇફનો ભાગ બન્યા તેનો અમને ગર્વ છે- પપ્પા, તમને અઢળક પ્રેમ’

ઇમોશનલ મેસેજ...

કમલ હસન પોતાનો 65મો જન્મદિવસ તેમના હોમ ટાઉન પરમાકુડીમાં સેલિબ્રેટ કરી રહ્યા છે. તેમના માટે આ વર્ષ એટલે પણ ખાસ છે કારણ કે કમલે સિનેમા જગતમાં પોતાના 60 વર્ષ પૂરા કર્યા છે. જન્મદિવસ પર પરમાકુડીમાં ત્રણ દિવસ સુધી સેલિબ્રેશન કરવામાં આવશે. જેના માટે તે પરિવાર સાથે ત્યાં પહોંચી ગયા છે. કમલને બર્થડે વિશ કરતા દીકરી શ્રુતિએ ઇન્સ્ટાગ્રામ પર એક સંદેશ લખ્યો છે.

આવતા વર્ષે શરૂ થશે, સાજિદ-ફરહાદની નવી ફિલ્મ

સંજય અને અરશદ સાજિદ-ફરહાદની અપકમિંગ ફિલ્મમાં સાથે દેખાશે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે માર્ચ-એપ્રિલથી શરૂ થશે. ફિલ્મનું પહેલું શેડ્યૂલ બુડાપેસ્ટમાં શૂટ થશે. આ વિશે અરશદ કહે છે, સંજય ફિલ્મમાં એક અંધ ડોનનો રોલ પ્લે કરશે અને હું તેની આંખો બનીશ.

શ્રુતિએ લખ્યું, ‘હેપ્પી બર્થડે બાપૂજી: આ જન્મદિવસ ખૂબ ખાસ છે કારણ કે સિનેમામાં તમારા 60 વર્ષ પૂરા થઈ રહ્યા છે. અમને પોતાના ઘર પરમાકુડીમાં આવવા મળ્યું. સાથે જ એવું પણ કહેવા ઈચ્છીએ છે કે તમારા જીવનનો ભાગ બન્યા તેનો અમને ગર્વ છે. પપ્પા, તમને અઢળક પ્રેમ.

કમલની બીજી દીકરી અક્ષરાએ પોતાની પોસ્ટમાં લખ્યું,

‘સૌથી અદભુત પિતા અને મિત્રને સૌથી સુખદ જન્મદિવસની શુભેચ્છાઓ. તમે અમને કાયમ સારા થવા અને સારી ઉપલબ્ધિઓ મેળવવા માટે પ્રેરિત કર્યા છે. તમે આ ગુણોના સાચા ઉદાહરણ છો. હું પ્રાર્થના કરું છું કે આ વર્ષ તમારા માટે ઘણી બધી ખુશીઓ અને સફળતા લઈને આવે. સાથે જ તમને એ બધુ જ મળે જે તમે ઈચ્છા કરી હોય.’

‘મુન્ના ભાઈ 3’ વિશે અરશદે કહ્યું...

‘મારી ગટ ફીલિંગ કહી રહી છે કે સિક્વલ તો નથી બની રહી. જોકે, આ વાત હું સ્વયં રાજુને પણ કહું તો તેઓ પણ દંગ રહી જશે. હકીકત આ છે કે તેણે ત્રણ જુદી-જુદી સ્ક્રિપ્ટ લખી રાખી છે. જોકે, કોઈ સ્ક્રિપ્ટના પહેલા હાફમાં કેટલીક સમસ્યાઓ છે તો કોઈના બીજા હાફમાં. તેમ છતાં રાજુ કહે છે, તે 100 ટકા તેને બનાવી રહ્યો છે.’

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નવેમ્બર પછીથી ઘટનાક્રમોમાં ઝડપથી ફેરફાર આવ્યા અને હિરાણી પર મીટૂના આરોપો પણ લાગ્યા. કદાચ આ જ કારણોસર આ સિક્વલની શક્યતાઓ ઓછી થતી ગઈ.

નિખિલ અને વાસુની બિગ બજેટ ફિલ્મમાં દેખાશે અક્ષય

અક્ષય કુમાર પોતાની અપકમિંગ ફિલ્મ માટે વાસુ ભગનાની સાથે વાતચીત કરી રહ્યો છે. વાસુએ અક્ષયને પોતાની ફિલ્મમાં કામ કરવા માટે 100 કરોડ રૂપિયા ઓફર કર્યા હતા. હવે સમાચાર છે કે અક્ષય, વાસુ અને નિખિલ આડવાણીએ એક ફિલ્મ માટે હાથ મળાવ્યો છે. અક્ષયની આ એક્શન-પેક્ડ ફિલ્મને લખનૌ સેન્ટ્રલના નિર્દેશક રંજીત તિવારી ડાયરેક્ટ કરશે અને નિખિલ પ્રોડ્યૂસ કરશે. અક્ષય અને નિખિલ ત્રણ વર્ષ પછી સાથે કામ કરશે. તેમની છેલ્લી ફિલ્મ ‘એરલિફ્ટ’ હતી.

Song Out

ફિલ્મ ‘મોતીચૂર ચકનાચૂર’નું સોન્ગ ‘કૈસે બનેગી સરકાર’ રિલીઝ કર કરવામાં આવ્યું છે. ગીત રિલીઝ થતાની સાથે જ વાયરલ થઈ ગયું છે. તેમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને આથિયા શેટ્ટી દુલ્હા-દુલ્હનના રૂપમાં દેખાઈ રહ્યા છે. આ ગીતમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને આથિયા શેટ્ટીના લગ્નની સિક્વન્સ બતાવવામાં આવી છે. બંને લગ્નના રીત-રિવાજો નિભાવતા ખુશ દેખાઈ રહ્યા છે. આ ફિલ્મ આવતા અઠવાડિયે 15 નવેમ્બરના રિલીઝ થવાની છે.

આ વખતે રાહતના અવાજમાં નહીં સંભળાય ‘નૈના’ સોન્ગ

સલમાન અત્યારે પોતાની કૉપ ફ્રેન્ચાઇઝી ફિલ્મ ‘દબંગ 3’માં વ્યસ્ત છે. ફિલ્મમાં આ વખતે પણ એક રોમેન્ટિક ટ્રેક ‘નૈના’ છે. છેલ્લી બંને ફ્રેન્ચાઇઝીમાં રોમેન્ટિક ટ્રેક્સ ‘તેરે મસ્ત-મસ્ત દો નૈન’ અને ‘તોરે નૈના બડે દગાબાજ રે’માં રાહત ફતેહ અલી ખાનનો અવાજ હતો. જોકે, આ વખતે રાહત ફતેહનો અવાજ ફિલ્મમાં સાંભળવા નહીં મળે. તેનું કારણ છે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે વિવાદ અને તેના કારણે પાકિસ્તાની સિંગર્સ સાથે કામ ન કરવાની ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી ઝુંબેશ. રાહત પાકિસ્તાની છે એટલે ‘દબંગ 3’ની ટીમે નક્કી કર્યુ કે આ વખતે તેનો અવાજ રોમેન્ટિક ટ્રેક માટે નહીં લેવામાં આવે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - 39munna bhai 339 to be shelve arshad and sanju to reunite for new project 063111
Div News - 39munna bhai 339 to be shelve arshad and sanju to reunite for new project 063111
Div News - 39munna bhai 339 to be shelve arshad and sanju to reunite for new project 063111
Div News - 39munna bhai 339 to be shelve arshad and sanju to reunite for new project 063111
Div News - 39munna bhai 339 to be shelve arshad and sanju to reunite for new project 063111
Div News - 39munna bhai 339 to be shelve arshad and sanju to reunite for new project 063111
Div News - 39munna bhai 339 to be shelve arshad and sanju to reunite for new project 063111
Div News - 39munna bhai 339 to be shelve arshad and sanju to reunite for new project 063111


from Divya Bhaskar https://ift.tt/2NPJPV5
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here