2 જેવલિન થ્રોઅરે પેરાલિમ્પિકના ક્વૉટા અપાવ્યા; અકસ્માતમાં પગ ગુમાવ્યા તો એક સૈનિક પિતા પાસેથી શીખી રમવા ઉતર્યો, બીજો કુશ્તી છોડી પેરા એથ્લીટ બન્યો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, November 10, 2019

2 જેવલિન થ્રોઅરે પેરાલિમ્પિકના ક્વૉટા અપાવ્યા; અકસ્માતમાં પગ ગુમાવ્યા તો એક સૈનિક પિતા પાસેથી શીખી રમવા ઉતર્યો, બીજો કુશ્તી છોડી પેરા એથ્લીટ બન્યો

હરિયાણાનો સંદીપ જ્યારે 12 વર્ષનો હતો ત્યારે તેણે અકસ્માતમાં પગ ગુમાવ્યા હતા. એકવાર તો જાણે એમ લાગ્યું કે જાણે જીવનનો અંત આવી ગયો છે. પરંતુ સૈનિક પિતાએ બાળપણમાં જ શીખાવી દીધું કે અંતિમ ક્ષણ સુધી હાર ના માનો. તેમની આ વાતના કારણે જ સંદીપનો આત્મવિશ્વાસ કર્યો અને રમત સાથે જોડાયો. સંદીપે કહ્યું કે,‘પરિવાર અને કોચના વિશ્વાસના કારણે જ અહીં સુધી પહોંચી શક્યો છું. કોચ નવલ સિંહ 2014થી મારી સાથે જ છે. હું રિયા પેરાલિમ્પિકમાં નજીવા અંતરથી મેડલ ચૂકી ગયો હતો અને ચોથા નંબરે રહ્યો હતો. જ્યારે ભારત પરત ફરવા લાગ્યો ત્યારે સમજાયું 4 અને 40માં કોઈ અંતર નથી. જ્યાં સુધી તમે પોડિયમ પર ફિનિશ નથી કરતા ત્યાં સુધી મહેનત કરતા રહેવું પડે છે. કોચે ફિનલેન્ડમાં મારી ટેક્નિક પર દોઢ મહિના સુધી કામ કર્યું. તેનાથી મારી સંપૂર્ણ રમત બદલાઈ. હું ગત વર્ષે એશિયન ગેમ્સ અને હવે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યા તો લાગ્યું કે મારી મહેનત સફળ થઈ ગઈ.’ સંદીપે જણાવ્યું કે, ‘હું અંધવિશ્વાસી પણ છું, હું ટૂર્નામેન્ટમાં પર્સનલ જેવલિન અને ફેવરિટ જર્સી તથા ટ્રેક પેન્ટ લઈને જાઉં છું અને સ્પર્ધાના દિવસે તેનો ઉપયોગ કરું છું. તેના કારણે સકારાત્મક એનર્જી મળે છે.’

સંદીપે 66.18 મી. થ્રો કરી અને સુમિતે 62.88 મી. થ્રો કરી વર્લ્ડ રેકોર્ડ સુધાર્યો

અનિલ બંસલ | સોનીપત

ભારતના પેરા-એથ્લિટ સંદીપ ચૌધરી અને સુમિત આંતિલે દેશને જેવલિન થ્રોમાં 2 પેરાલિમ્પિક ક્વૉટા અપાવ્યા હતા. જેવલિન થ્રોમાં એફ-64 કેટેગરીમાં સંદીપે ગોલ્ડ અને સુમિતે સિલ્વર જીત્યા હતા. બંનેએ પોતાના વર્લ્ડ રેકોર્ડ પણ સુધાર્યા હતા. જોકે સંદીપ અને સુમિત બંને અકસ્માતના કારણે દિવ્યાંગ બન્યા હતા. સંદીપે સૈનિક પિતાની સલાહથી રમત સાથે જોડાયો, સુમિત કુશ્તી ચેમ્પિયન બનવા માગતો હતો અને અકસ્માતમાં પગ ગુમાવ્યા તેથી પેરા-એથ્લિટ બન્યો. દુબઈમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સંદીપે 66.18 મી.જેવલિન થ્રો કર્યો. જ્યારે સુમિતે 62.88 મી.ના થ્રો સાથે પોતાનો એફ-64નો 60.45 મી.નો રેકોર્ડ સુધાર્યો. બંનેએ ટોક્યો પેરાલિમ્પિક માટે ક્વોલિફાઈ કરી લીધું છે.

સંદીપ ચૌધરી અને સુમિત આંતિલે વર્લ્ડ પેરા એથ્લેટિક્સમાં વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ અને સિલ્વર જીત્યા છે

સંદીપે રિયો પેરાલિમ્પિકની હારને પ્રેરણા તરીકે સ્વીકારી અને ગોલ્ડ મેડલ જીત્યો

ઈન્ટરનેશનલ કમિટી અનુસાર, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એફ44 અને એફ64 કેટેગરી ક્લબ કરવામાં આવે છે અને માત્ર એક કેટેગરી એફ 64 હોય છે. બંનેના વર્લ્ડ રેકોર્ડ પ્લેયરને ફાઈનલમાં ક્વોલિફાઈ કરવા માપદંડ આપવામાં આવે છે, જેમકે, જો એફ 44માં રમતો ખેલાડી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એફ64માં ઉતરે અને વર્લ્ડ રેકોર્ડ બનાવે તો તે રેકોર્ડને એફ44નો ગણવામાં આવશે.

સુમિત સામાન્ય કેટેગરીમાં ચેમ્પિયન ના બની શક્યો તો પેરા એથ્લીટ બની સ્વપ્ન પૂર્ણ કર્યું

સંદીપ ગત ઓલિમ્પિક પણ રમ્યો હતો, સુમિતનો આ પ્રથમ ઓલિમ્પિક

હરિયાણાનો જ સુમિત ઈમર્જીંગ રેસલર હતો. કુશ્તીમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાનું તેનું સ્વપ્ન હતું. પરંતુ તે 4 વર્ષ અગાઉ અકસ્માતનો ભોગ બન્યો, જેના કારણે ઘૂંટણના નીચોનો ભાગ કાપવો પડ્યો. સામાન્ય કેટેગરીમાં ચેમ્પિયન ના બની શકતા તે પેરા સ્પોર્ટ્સ સાથે જોડાયો, જેથી સ્વપ્ન પૂર્ણ કરી શકે. સુમિતના જીજા વીરેન્દ્ર ધનકડ પણ પેરા એથ્લિટ (જેવલિન થ્રોઅર) છે. તેમણે સુમિતનો આત્મવિશ્વાસ વધાર્યો અને પ્રારંભિક કોચિંગ આપી. તે પછી દ્રોણાચાર્ય એવોર્ડી કોચ નવલ સિંહ પાસે દિલ્હી મોકલ્યો. તે પછી સુમિતે એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઈ કર્યું. આ વખતે તેણે વર્લ્ડ રેકોર્ડ સાથે સિલ્વર જીત્યો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - 2 javelin thrower awarded paralympic quotas one of the soldiers lost his leg in an accident and learned to play with his father another quit wrestling and became an athlete 063018
Div News - 2 javelin thrower awarded paralympic quotas one of the soldiers lost his leg in an accident and learned to play with his father another quit wrestling and became an athlete 063018


from Divya Bhaskar https://ift.tt/33Ck1lR
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here