મૂડીઝે તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે જો નોમિનલ જીડીપી ગ્રોથ રેટ ઊંચા સ્તરે પરત નહિ ફરે તો સરકારે બજેટ ખાધનો ગાળો પૂરવામાં નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. વૈશ્વિક બજારોની વાત કરીએ તો ચીને યુએસની આયાત પરની ટેરિફને તબક્કાવાર રીતે દૂર કરવાની સહમતિ દર્શાવતાં અમેરિકન બજારો ઐતિહાસિક સપાટી પર બંધ રહ્યાં હતા. સપ્તાહના અંતીમ દિવસે વધી 27681 પોઇન્ટ અને એસએન્ડપી-500 3093ની ઉંચી સપાટી પર પહોંચ્યા છે. જ્યારે એશિયાઇ તથા યુરોપના માર્કેટમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો છે.
બજારની નજર હવે આગામી બજેટમાં નાણાપ્રધાનની નવી જોગવાઇઓ ઉપર રહી છે. ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ (ડીડીટી) તથા લોંગટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અંગે સરકાર ફેરવિચારણા કરી શકે તેવો આશાવાદ જનમ્યો છે. ત્યારે બીજી બાજુ આર્થિક ક્ષેત્રે ડેટા હજુ પણ નિરાશાજનક આવી રહ્યો છે. નાણાકિય ક્ષેત્રને લિક્વિડીટીની સમસ્યા હજુ પણ સતાવી રહી છે. જોકે ત્રીજા ત્રિમાસીક ગાળાના કોર્પોરેટ ઇન્ડિયાના પરિણામો પોઝિટીવ રહ્યાં હોવાથી બજારને સપોર્ટ મળી રહ્યો છે. ગત સપ્તાહે સેન્સેક્સ ઉપરમાં 40749 પોઇન્ટની ઐતિહાસીક સપાટી પર પહોંચવા સાથે નિફ્ટી 12103 પોઇન્ટ રહી હતી.
FIIની રૂ.4015 કરોડની ધૂમ ખરીદી: સપ્તાહ દરમિયાન વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં 4015 કરોડનું રોકાણ ઠાલવ્યું છે તેની સામે સ્થાનિક સંસ્થાઓનું રૂ. 4568 કરોડનું નેટ પ્રોફીટ બુકિંગ પ્રેશર રહ્યું હતું. આગામી સપ્તાહે પણ વિદેશી નાણાંકિય સંસ્થાઓ દ્વારા મોટા પાયે રોકાણ આવે તેવા સંકેતો છે.
ડોલર સામે રૂપિયો 47 પૈસા તૂટ્યો : ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો સાપ્તાહિક ધોરણે 47 પૈસાના ઘટાડા સાથે 71.28 સપ્તાહના તળિયે રહ્યો હતો. એનાલિસ્ટોના મતે ડોલર સામે રૂપિયો વધુ નબળો પડી 71.70 જઇ શકે છે.
બેંક નિફ્ટીને 30800-30850ના સ્તરે મહત્ત્વનો અવરોધ
મોર્ગન સ્ટેનલી કેપિટલ ઈન્ટરનેશનલ(એમએસસીઆઈ)એ તેના ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સ કોમ્પોનેન્ટ્સમાં રિબેલેન્સિંગ કરતાં માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ જોવા મળી હતી. એમએસસીઆઈ ઈમર્જિંગ માર્કેટ્સ ઈન્ડેક્સમાં ઉમેરાયેલા ત્રણ સૌથી મોટા શેર્સમાં એસબીઆઈ લાઈફનો સમાવેશ થાય છે. સરકારે રિઅલ એસ્ટેટ સેક્ટર માટે આપેલા રાહત પેકેજ બાદ રિઅસ એસ્ટેટ શેર્સ પણ લાઈમલાઈટમાં રહ્યાં હતાં. રિઅલ્ટી અગ્રણી ડીએલએફનો શેર છેલ્લા બે દિવસમાં તો નોંધપાત્ર સુધર્યો જ છે પરંતુ છેલ્લા એક મહિનાની મુવમેન્ટ જોઈએ તો પણ તેણે 50 ટકા જેટલું રિટર્ન દર્શાવ્યું છે. નાણામંત્રાલયના અંદાજ મુજબ દેશમાં 1600 હાઉસિંગ પ્રોજેક્ટ્સ અટકેલાં પડ્યાં છે. જે કુલ 4.58 લાખ હાઉસિંગ યુનિટ્સ બાંધવાની યોજના ધરાવે છે. આ પ્રોજેક્ટ્સને તત્કાળ નાણાકિય સપોર્ટની જરૂર છે. જોકે સરકારે જાહેર કરેલી રકમ ખૂબ ઓછી છે અને તે આ પ્રોજેક્ટ્સમાંથી માત્ર 6 ટકાને જ મદદ કરી શકે તેમ છે. ગુરુવારે નિફ્ટીએ ‘ડ્રેગનફ્લાય ડોજી’ કેન્ડલ પેટર્નની રચના કરી હતી. જેમાં દિવસ દરમિયાન આક્રમક સેલીંગ જોવા મળ્યું હતું. જોકે બાયર્સ આ સેલીંગને પચાવી શક્યા હતાં અને ભાવ ટકેલાં રહ્યાં હતાં. નિફ્ટીને હાલમાં 11850-11910નો નજીકનો સપોર્ટ છે. જ્યારે ઉપરમાં તેને નજીકમાં 12060-12000નો અવરોધ છે. જો બેન્ચમાર્ક 12110ની ઉપર નવુ બંધ આપશે તો જ નવા ઝોનમાં પ્રવેશ કરશે. બેંક નિફ્ટીને ૩0800-૩0850ના સ્તરે મહત્વનો અવરોધ છે. જ્યારે તેને ૩0450-૩0૩૩0નો નજીકનો સપોર્ટ છે. માત્ર ૩0850 પરનો બંધ જ તેને નવી તેજીમાં લઈ જઈ શકે છે. ઓપ્શન્સ ડેટા પર નજર કરીએ તો 11600 અને ત્યારબાદ 11500ની સ્ટ્રાઈકમાં સૌથી વધુ પુટ પોઝીશન છે. જ્યારે કોલ્સ બાજુએ 12000 અને ત્યારબાદ 12૩00ની સ્ટ્રાઈકમાં સૌથી ઊંચી પોઝીશન છે. 11900 અને 11700ની સ્ટ્રાઈકમાં પુટ રાઈટિંગ જોવા મળ્યું છે. જ્યારે 12૩00 અને 12400ની સ્ટ્રાઈકમાં કોલ રાઈટિંગ જોવા મળ્યું છે. ઓપ્શન ડેટા મુજબ નિફ્ટીની ટ્રેડિંગ રેંજ 11800-12100ની જોવા મળી શકે છે.
આસિફ હિરાણી ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36RvBeK
via IFTTT
No comments:
Post a Comment