મુંબઈ, ગોવા, બેંગકોક જતી ફ્લાઇટના ભાડાં 3થી 4 ગણા વધ્યા
અમદાવાદ ઃ આ વર્ષે દિવાળીમાં પેસેન્જરોના ભારે ધસારાને કારણે અમદાવાદથી મુંબઈ, ગોવા, દુબઈ અને બેંગકોક જતી ફ્લાઈટોના ભાડામાં 3થી 4 ગણો વધારો નોંધાયો છે. તેમજ અમદાવાદથી દિલ્હી તેમજ બાગડોગરા જતી ફ્લાઈટો હાઉસફુલ થઈ ગઈ છે.
શહેર રેગ્યુલર ભાડું વધેલું ભાડું
મુંબઈ 6000-7000 20000-22000
ગોવા 8000-9000 18000-20000
બાગડોગરા 8000-9000 28000-30000
દુબઈ 16000-17000 44000-45000
બેંગકોક 12000-15000 28000-30000
છઠ પૂજા દરમિયાન અમદાવાદથી પસાર થનાર ત્રણ ટ્રેન જાહેર કરાઈ
અમદાવાદ ઃ દિવાળી અને છઠ પૂજા દરમિયાન ટ્રેનોમાં પેસેન્જરોના ભારે ધસારાને પગલે રેલવેએ અમદાવાદથી પસાર થનારી વધુ ત્રણ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. જેમાં વિશેષ ભાડા સાથે સુરત - અજમેર સ્પેશિયલ, ભાવનગર - મેંગલોર સ્પેશિયલ તેમજ ગાંધીધામ - અલ્હાબાદ સ્પેશિયલ ટ્રેન ઉપરાંત બાંદ્રા - બિકાનેર સુવિધા સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે રેલવે પ્રવક્તા પ્રદીપ શર્માએ જણાવ્યું કે, ટ્રેન વિશેષ ભાડા સાથે 30 અને 31 ઓક્ટોબરે દોડાવવામાં આવશે. જેથી બિહાર સહિતના રાજ્યોમાં જનારા પરપ્રાંતીય પરિવારોને ટ્રેનની સુવિધાનો લાભ મળી શકે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2NbmPzq
via IFTTT
No comments:
Post a Comment