
વેરાવળ | ખરીફ 2016 થી રાજ્યમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અમલીકરણ કરાય છે. જેમાં આગામી રવિ તેમજ ઉનાળુ-2019 -20 ત્રક્ષ્તુનાં નોટીફાઈડ પાકો માટે આ યોજનામાં લાભ લેવા માંગતા ખેડૂત મિત્રોએ આઈ-ખેડૂત પોર્ટલ પર નોટીફાઈટ રવિ પાકો માટે નિયત દરખાસ્ત પત્રક ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. 31 ડિસેમ્બર 2019 છે. ઉનાળુ પાક માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા.16 માર્ચ 2019 છે. ત્યાર પછીના કામકાજના બે દિવસો દરમ્યાન તેની કોમ્પ્યુટર જનરેટેડ નકલ સબંધિત ધીરણ આપનારી સંસ્થા/બેન્કોમાં આપી પ્રિમિયમની રકમ ભરી આ યોજનામાં જોડાઈ શકે છે. વધુમાં રવિ તેમજ ઉનાળુ 2019-20 ત્રક્ષ્તુના નોટીફાઈડ પાકો માટે પ્રિમીયમ દર 1.52 ટકા નક્કી થયેલ છે. ખેડૂતોએ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં જોડાઈ પાકનું જોખમ ઘટાડવા નાયબ ખેતી નિયામકે જણાવેલ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2qNN1IV
via
IFTTT
No comments:
Post a Comment