રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે મંગળવારે કહ્યું - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 8, 2019

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે મંગળવારે કહ્યું


રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે મંગળવારે કહ્યું કે લિન્ચિંગ જેવા શબ્દની આડમાં ભારત અને હિન્દુ સમાજને બદનામ કરવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે. લઘુમતીઓને ભયભીત કરવામાં આવી રહ્યા છે. દશેરાએ સંઘની સ્થાપના દિવસે સંબોધનમાં ભાગવતે કહ્યું કે એક સમુદાયના લોકો દ્વારા અન્ય સમાજના વ્યક્તિને સામૂહિક હિંસાનો શિકાર બનાવવા કે મારવાના સમાચાર છપાયા છે. ...અનુસંધાન પાના નં. 4



આવી ઘટનાઓ એકતરફી નથી, પરંતુ બંને તરફથી થઇ છે. કેટલીક ઘટનાઓ જાણીજોઇને કરાવાઇ છે અને કેટલીક વિસ્તૃત રીતે પ્રકાશિત કરાઇ છે. આ પ્રવૃત્તિ આપણા દેશની પરંપરામાં નથી. આપણા બંધારણમાં પણ આ વાત નથી. તેમણે કહ્યું કે ‘લિન્ચિંગ’ શબ્દ ક્યાંથી આવ્યો? એક સમુદાયના ધર્મગ્રંથમાં તેનો ઉલ્લેખ છે કે એક મહિલાને જ્યારે બધા પથ્થર મારવા લાગ્યા ત્યારે ઇસા મસિહે કહ્યું કે પહેલો પથ્થર એ મારે જે પાપીના હોય. આપણે ત્યાં એવું કશું થયું નથી. બીજા દેશની પરંપરાનો શબ્દ ભારત પર થોપવાની કોશિશ થઇ રહી છે. આવી ઘટનાઓનો ઉકેલ કાયદા દ્વારા લાવવો પડશે. આવી ઘટનાઓનું સંઘ ક્યારેય સમર્થન કરતું નથી.

*ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે: ભાગવત

ભાગવતે કહ્યું કે સંઘ ભારત હિન્દુ રાષ્ટ્ર હોવાના પોતાના મત પર મક્કમ છે. રાષ્ટ્રના વૈભવ અને શાંતિ માટે કામ કરતા તમામ ભારતીય હિન્દુ છે. સંઘનો વિચાર સ્પષ્ટ છે કે ભારત હિન્દુસ્તાન, હિન્દુ રાષ્ટ્ર છે. તેમણે કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયનાં વખાણ કર્યા. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ તેના માટે અભિનંદનને પાત્ર છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/310mKDo
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here