PUCની ફી: બાઈકના રૂ.100, રિક્ષાના 150, કારના 250, હેવી વાહનના 300 કરવા માગણી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 22, 2019

PUCની ફી: બાઈકના રૂ.100, રિક્ષાના 150, કારના 250, હેવી વાહનના 300 કરવા માગણી

ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર|રાજકોટ

નવા મોટર વ્હિકલ એક્ટના અમલ બાદ દરેક વાહનચાલકે ફરજિયાત પણે ટ્રાફિક અને રોડ સેફ્ટીના નિયમોનું પાલન કરવાનું છે. ત્યારે રાજકોટ પીયુસી એસોસિએશને વાહનવ્યવહાર મંત્રી, વાહનવ્યવહાર કમિશનર, જિલ્લા કલેક્ટર અને આરટીઓને એક પત્ર લખી જુદા જુદા વાહનની પીયુસીની નિયત ફીમાં વધારો કરી આપવા માગણી કરી છે.

સાથે સાથે એવું પણ કહ્યું છે કે, વર્તમાન ભાવ પીયુસી સંચાલકોને પોસાય તેમ નથી તેથી ટુ વ્હિલરની પીયુસીની ફી રૂ.100, રિક્ષાના 150, પેટ્રોલ કારના રૂ. 200, ડીઝલ કારના રૂ. 250 અને હેવી વ્હિકલની ફી રૂ.300 કરી આપવા માગણી કરી છે. અન્ય રાજ્યમાં જે તે સરકારે ભાવવધારો આપ્યો છે તેવો ગુજરાત સરકાર દ્વારા 15 દિવસમાં ભાવવધારો નહીં આપવામાં આવે તો નાછૂટકે સંચાલકોને ખર્ચા નહીં નીકળતા હોવાને કારણે પીયુસી સેન્ટરોને તાળાં મારી દેવાની નોબત આવશે.

રાજકોટ પીયુસી એસો.ના પ્રમુખ મનસુખભાઈ આરદેસણા, ઉપપ્રમુખ ભરતભાઈ પોકિયાએ વાહનવ્યવહાર મંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, પીયુસીના હાલના જે ભાવ છે તે સને-1996થી અત્યાર સુધીના એક જ ભાવ છે તેની સરખામણીએ દરેક વસ્તુ અને સરકારી ફીમાં ત્રણથી ચાર ગણો વધારો થયો છે.

તેમાં પણ વાહન-4માં ઓનલાઈન પીયુસી કાઢવાની છે તેમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ, કમ્પ્યૂટર, આધુનિક પીયુસી મશીન, પ્રિન્ટર, કેમેરા અને હેલ્પર આ બધાનો ખર્ચ ખૂબ વધી જાય છે તેથી 20 વર્ષ પહેલાનો આ ભાવ પોસાય તેમ નથી. રાજ્યના હજારો પીયુસી માલિકોની આ જ સમસ્યા છે. ત્યારે હવે આ બાબતે કોઇ નિર્ણય લેવાય છે કે કેમ તે જોવું રહ્યું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2BCoatz
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here