PMનો કચરો ભેગો કરવો અને મંત્રીઓના કુતર્ક - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 14, 2019

PMનો કચરો ભેગો કરવો અને મંત્રીઓના કુતર્ક

ડાપ્રધાન મોદીના ટીકાકાર તમિલનાડુના સમુદ્ર કિનારે તેમના દ્વારા ખભા પર થેલો લઈને કચરો વીણવાને ભલે તમાશા કહે પણ આટલું તો જરૂર છે કે કાલે જ્યારે સહલાણી પાણીની બોટલ ફેંકશે તો તેમને કોઈ ટોકનાર ઊભો થઈ જશે કાં તે ખુદ જાગૃત થઈ જશે. સ્વચ્છ ભારતની ઓછામાં ઓછી શહેરી વર્ગમાં અસર તો થઇ છે અને કચરા માટે ઘેર-ઘેર સરકારી નિગમો, તંત્રની ગાડીઓનું પહોંચવી ગાઢ નિંદ્રામાં ઊંઘતા શાસનની કાર્ય સંસ્કૃતિમાં પરિવર્તન પણ દર્શાવે છે. તેના માટે જ્યાં વડાપ્રધાનને સમાજ-સુધારક તરીકે આપણે તેમના આભારી થવું જોઈએ ત્યાં પોતાના પર લાજ પણ અાવવી જોઈએ કે આપણા આત્મા કયા મુકામે છે કે સફાઈ પણ આપણને દેશના વડાપ્રધાન શીખવશે અને દીકરીઓને ભણાવવાનું પણ. પણ તેમાં અાપણી ભૂલ એટલા માટે પણ નથી કેમ કે તે દિવસે મોદી સરકારના એક કદાવર મંત્રી એ જણાવતા હતા કે દેશનું અર્થતંત્ર સારું છે કેમ કે વિગત 2 ઓક્ટોબરે રિલીઝ થયેલી ત્રણ ફિલ્મોએ પહેલા દિવસે જ 120 કરોડ રૂપિયાનો વકરો કર્યો(જોકે આગામી દિવસે નિવેદન પાછું ખેંચ્યું). વિશ્વ બેન્કના તાજેતરના અહેવાલે ભારતનો વિકાસદર ઘટાડી દીધો છે. વિશ્વ સ્પર્ધાત્મક સૂચકાંકમાં ભારત દસ પોઇન્ટ નીચે ખસ્યા બાદ 68માં ક્રમે પહોંચી ગયું છે અને ભારત સરકાર દ્વારા જારી આંકડા અનુસાર ઔદ્યોગિક ઉત્પાદન સાત વર્ષના સૌથી નીચલા સ્તરે છે. કદાચ સત્તામાં આવતા ફ્રાન્સની એ રાણીનો ભાવ અનેકવાર આવી જાય છે જેણે દેશવાસીઓને રોટલી ન મળતાં કેક ખાવાની સલાહ આપી હતી. બીજી બાજુ ખેડૂતોના આપઘાત માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શરદ પવાર અને કોંગ્રેસ-એનસીપીની તત્કાલીન સત્તાને દોષિત ઠેરવી. ખેડૂતોના આપઘાત ના આંકડા ગત 28 વર્ષથી આવી રહ્યાં છે જેમાં 12 વર્ષ ભાજપનું શાસન રહ્યું છે અને જારી છે. ત્રીજો કુતર્ક સાંભળો. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હરિયાણાની એક ચૂંટણીસભામાં જણાવ્યું કે જે સુખોઈ બાલાકોટ એરસ્ટ્રાઈકમાં વપરાયા હતા તે આ રાજ્યના સિરસા એરબેઝથી ઉડ્યાં હતાં. એટલે કે મતદારો વોટ એટલા માટે કેમ કે ત્યાં યુદ્ધવિમાનોનું બેઝ છે. કોઈ આશ્ચર્ય નથી કે આગામી દિવસે કોંગ્રેસનો નેતા એમ કહે કે તેમની સરકારે જ બનાવ્યો હતો એટલા માટે જ તો સફળતા મળી શકી. પછી જો કોઈ ઉદ્યોગપતિ કહે કે અમને વોટ આપો કેમ કે સુખોઈમાં જે ઈંધણ નખાયું હતું તે તેની જ રિફાઈનરીથી આવ્યું હતું તો તેમાં ખોટું શું હશે?





Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/31iWrbM
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here