ગ્રેટાદમ : શેખાદમ આબુવાલા (1929-1985) - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 14, 2019

ગ્રેટાદમ : શેખાદમ આબુવાલા (1929-1985)

આજે તારીખ 15 ઓક્ટોબર અને મુઘલ બાદશાહ જલાલુદીન અકબર, કેળવણીકાર-સાહિત્યકાર મનુભાઈ પંચોળી (દર્શક), મિસાઈલ મેન ડોક્ટર અબ્દુલ કલામ, 19મા સૈકાના પ્રભાવશાળી ચિંતક ફેડરિક નિત્સે, અંગ્રેજ- અમેરિકન સાહિત્યકાર પીજી વૂડહાઉસ અને ગઝલકાર શેખાદમ આબુવાલાનો જન્મદિવસ અને સાઈબાબા, સાહિત્યકાર નિરાલાની પુણ્યતિથિ છે. અમદાવાદમાં જન્મેલા શેખાદમ આબુવાલાનું આખુ નામ શેખ આદમ મુલ્લા શુજાઉદિન અને ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હતો. શેખાદમે 1956થી 1974 દરમિયાન જર્મનીમાં “વોઈસ ઓફ જર્મની”માં હિન્દુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દી-ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યું હતું.શેખાદમ આબુવાલા ચાંદની, અજંપો, હવાની હવેલી, સોનેરી લટ, ખુરશી, તાજમહાલ, રેશમી ઉજાગરા અને હું ભટકતો શાયર છું જેવા 30થી વધુ પુસ્તકો લખ્યા છે. તેમના કાવ્યો ભાવ સંવેદનો, સૌંદર્યનો કેફ અને પ્રણયની ગુલાબી મસ્તીથી ભરપૂર છે .તેમના સામાજિક અને રાજકીય કટાક્ષો કરતાં ખુરશી કાવ્યો ઘણા જાણીતા બન્યા હતા. પત્રકારત્વ ,કવિતા -ગઝલ અને નવલકથા જેવા ક્ષેત્રોમાં માતબર યોગદાન આપનાર, અને સેંકડો મિત્રો ધરાવનાર શેખાદમ આબુવાલાનું 20 મે 1985ના રોજ અવસાન થયું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - gratadam shekhadam abuwala 1929 1985 085533


from Divya Bhaskar https://ift.tt/2oHkVhL
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here