આંકડા જુઓ- આઝાદીના સમયમાં આશરે 400 ડેમ હતા. 72 વર્ષ બાદ પણ આપણે પાણી રોકનારા બંધની સંખ્યા માત્ર 4000 સુધી પહોંચાડી શક્યા છીએ. એ જ કારણ છે કે કુદરતની મહેરબાની હોવા છતાં આપણે તેનો ઇશારો સમજી શકતા નથી.
જો સરકાર આપણી શુચિંતક હોત તો આટલા મોટા દેશમાં એવા બંધોની સંખ્યા 70 હજાર સુધી પહોંચી શક્યો હોત. હવે જુઓ, ઇઝરાયેલને જ્યાં માત્ર 4 ઇંચ વરસાદ થાય છે, પરંતુ તે વરસાદી પાણીનું એવું સંચય કરે છે કે ખેતીમાં તે સમગ્ર વિશ્વમાં અગ્રણી છે અને આપણે ત્યાં 35 ઇંચ વરસાદ થતો હોવા છતાં આપણે પાછળ છીએ.
છેલ્લા 20-25 વર્ષોથી દેશની નદીઓને જોડવાની જરૂરિયાત પર માત્ર ચર્ચા થઇ રહી છે. તેનો નિર્ણય ન તો આપણે કે એ લોકો કરી શક્યા, જેમને પાણીની ચિંતા છે. નિર્ણય જેમને કરવો છએ તેમની પ્રાથમિક્તામાં હજુ પાણી નથી. સાચુ માનો જે દિવસે પાણી આપણા દેશના રાજકારણ સાથે સંકળાઇ જશે, દેશની તમામ નીતિઓ બદલાઇ જશે. નિર્ણયો પણ થવા લાગશે.
અનામત અને વોટ બેન્કના રાજકારણને જ જોઇ લો. કોઇ પણ રાજ્ય સરકાર વોટ બેન્કને સાધવાની કોઇ તક છોડતી નથી. ભલે પછી તેના માટે દેશના બંધારણની જોગવાઇઓની અવગણના કરવી કેમ ન પડે. હાં પાણી બચાવનું ભાષણ સાંભળવામાં સારું જરૂર લાગે પરંતુ સરકારી ફાઇલો અને નોટશીટ હજુ પાણીદાર થઇ શકી નથી. અે દિવસની રાહ જુઓ જે દિવસે રાજકારણને પોતાના ચમકદાર સફેદ વસ્ત્ર ધોવા માટે પાણીની અચત સર્જાશે. એ તો હકીકત છે કે આપણે ચંદ્ર સુધી પહોંચવાનું સાહસ કરી લીધું છે પરંતુ હજુ સુધી આપણે પાણી બચાવી શક્યા નથી. પાણી નથી બનાવી શકતા પરંતુ તેને બચાવવા-સંયચ કરવા માટે તો જરૂર વિચારી શકીએ છીએ.
સુર્ખિયો સે આગે
ससઆ
શિવ દુબે, એડિટર, દૈનિક ભાસ્કર, છત્તીસગઢ (સિટી)
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2IRHMOo
via IFTTT
No comments:
Post a Comment