
ટલાક શહેરોમાં રાત્રે ફટાકડા ફોડવાનો અવાજ આવવા લાગ્યો છે. દીવાળીનો તેહવાર નજીક છે. ચોકલેટ બનાવતી કંપનીઓ સતત જાહેરખબર આપી રહી છે કે ઉત્સવ પર ચોકલેટ ગિફ્ટ અાપી શકાય. ખાવા-પીવાની વસ્તુમાં ભેળસેળ અને ઝડપથી બદલાતું વાતાવરણ બીમારીઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. દરેક શહેર અને ગામડાઓમાં સૌથી વદુ દુકાનો ખાણી-પીણીનું સામાન અને કેમિસ્ટની હોય છે. આપણે સતત ભેળસેળયુક્ત વસ્તુઓ આરોગી રહ્યા છીએ અને બીમાર પડીએ છીએ. આજે કોઇ સંસ્થા અથવા વ્યક્તિ આ નથી જણાવી શકતું કે ભેળસેળો કારોબાર કેટલો વધ્યો છે. અેક મોટો અનુમાન એ છે કે માત્ર પાંચ ઉદ્યોગમાં ભેળસેળ ે કારણો 1.17 લાખ કરોડની ખોટ ભારતનું અર્થતંત્ર ભોગવે છે. આ સમસ્યા સાથે જોડાયેલા વિભાગના અધિકારીનું કહેવું છે કે ભેળસેળનો એક હાઉ ઉભો કરાયો છે અને તે એટલી મોટી નથી, જેટલી બતાવવામાં આવે છે. છઠ્ઠા દાયકામાં બનેલી ફિલ્મ ‘ફૂટપાથ’માં દિલીપ કુમાર અભિનીત પાત્ર કોર્ટમાં સ્વીકારે છે કે તે એવી કંપનીનો કર્મી રહ્યો છે, જેણે ભેળસેળ કરી છે અને તેને પોતાના શ્વાસથી મડદાની વાસ આવી રહી છે.આ ફિલ્માના થોડાક વર્ષો બાદ ઋષિકેશ મુખર્જીની રાજ કપૂર, નૂતન અને મોતીલાલ અભિનીત ફિલ્મ ‘અનાડી’નો હીરો પોતાની માતા સમાન માલકણને દવા લાવીને આપે છે.નકલી દવાના કારણે તેનું મોત થાય છે. આ ફિલ્મમાં મકાન માલકણ લલિતા પવાર અભિનીત પાત્ર ખ્રિસ્તી છે અને પોતાના ભાડુઆતના બનાવેલા ચિત્રના વેચાઇ જવાનો સ્વાંગ રચીને બેરોજગાર યુવકને પૈસા આપે છે. તેના મૃત્યુ બાદ તે વેચાયેલા કહેવાતા પેઇન્ટિંગ્સ હીરોને એક રૂમમાં મળે છે. જાણવું રહ્યું કે લગભગ સમાન કથા પર બનેલી ફુટપાથ બોક્સ ઓફિસ પર સફળ ન થઈ પરંતુ અનાડી સફળ થઇ. થોડાક વર્ષો પહેલા બિપાશા બાસુ અભિનીત ‘કોર્પોરેટ’માં તેના દ્વારા અભિનીત પાત્રને એ ગુનામાં દંડ કરાય છે જે કોર્પોરેટના માલિકોએ કર્યો હતો. આપણે ત્યાં દરેક મોટા કૌભાંડનું ઠીકરુ કોઇ નિર્દોષના માથે ફોડવામાં આવે છે. દુ:ખની વાત છે કે કૃશિ સંબંધિત વસ્તુઓમાં પણ ભેળસેળનો કેર છે.અમૂલ જેવી પાવન વસ્તુઓમાં પણ ભેળસેળ કરનારાઓ ચૂકતા નથી. શું તેમને ભાવી પેઢીના નબળા પડવાની ચિંતા કે ડર નથી. આશ્ચર્યની વાત છે કે નકલી લેબલ પ્રિન્ટ કરનારી મશીનો આધુનિક છે અને મોટાભાગની આયાત કરવામાં આવી છે.એકદંરે , પૂરી વ્યવસ્તા ઠપ્પ થઇ ગઇ છે અને જનતા પોતાને એ ગુનાથી બરી કરી શકે નહીં.જનતા તેની વિરુદ્ધમાં રચાયેલા ષડયંત્રનો એક ભાગ છે.
કે
જયપ્રકાશ ચોક્સે
લેખક જાણીતા ફિલ્મ સમીક્ષક છે
પરદે કે પીછે
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2OQ8VVF
via
IFTTT
No comments:
Post a Comment