બિઝનેસનું 65 +ગ્રાહકો માટે વિસ્તરણ કરીને જુઓ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 14, 2019

બિઝનેસનું 65 +ગ્રાહકો માટે વિસ્તરણ કરીને જુઓ

ક્રવારની સાંજે હું ઇન્દોરમાં બિઝનેસ ટ્રીપ પર એક ફાઇવ સ્ટાર હોટલમાં રોકાયો હતો, તેના મુખ્ય હોલમાં એક સમૃદ્ધ પરિવાર પોતાના ચીફ કેપ્ટન ભરત ટોંગ્યાનો 75માં જન્મ દિવસ ઉજવી રહ્યું હતું. મોટા ભાગના આમંત્રિત સીનિયર સિટીઝન અને સુપર સીનિયર સિટીઝન શ્રેણીના હતા અને ટોંગ્યાના મિત્ર પણ. દરમિયાન હું બહાર જવા માટે હોટેલથી નીકળી રહ્યો હતો ત્યારે મને તેમની પાર્ટીમાં સામેલ થવા માટેનું અનપેક્ષિત આમંત્રણ મળ્યું, કારણ કે મહેમાનોમાં મારા એક સારા મિત્ર પણ હતા. હું તેમના આગ્રહને માન આપીને ત્યાં ગયો. તે અંદરોઅંદર વાત કરી રહ્યા હતા અને હું તેમના થોડાક શબ્દો સાંભળી શક્યો, જેમ કે આ વ્યક્તિને ઓળખું છું પણ યાદ નથી આવી રહ્યું કે તેમને ક્યાં જોયા છે. થોડીક વાર પછી હું ત્યાંથી વિદાય થયો. બાહર કાર પિક અપ એન્ડ ડ્રોપ વાળા સ્થળ પર ઘણી ભીડ હોવાથી માટે મને ત્યાં ટેક્સી માટે ઘણો વખત રાહ જોવી પડી. અચાનક એક વૃદ્ધ (જેમનું નામ હું જાહેર કરવા માંગતો નથી) મને પુછવા લાગ્યા ‘શું તમારી પાસે મોબાઇલ છે’? મેં તેમને હા માં જવાબ આપ્યો તો,તેમણે એક નંબર ડાયલ કરવા વિનંતી કરી. તેમણે જે નંબર જણાવ્યો તેમાં 9 નંબર જ હતા. ત્યારબાદ તેમણે એક વધુ નંબર આપ્યો ,પણ તેમાં 11 અંક હતા અને સમસ્યા પહેલા જેવી ઉભી થઇ. અમને હેરાન થતાં જોઇ હોટલના કાર પાર્કિંગનો એક સુરક્ષાકર્મી પાસે આવીને પુછવા લાગ્યો. તો વૃદ્ધે જવાબ આપ્યો કે હું મારો મોબાઇલ કારમાં ભૂલી ગયો છું અને મને ડ્રાઇવરનો મોબાઇલ નંબર અને કારનો નંબર પણ યાદ નથી, જેથી તેને બોલાવીને હું ઘરે જઇ શકું. તેમણે પોતાના ઘરનો લેન્ડલાઇન નંબર એકવખતમાં જણાવી દીધો હોવા છતાં એક મુંઝવણ હતી. કારણ કે થોડાક વર્ષો પહેલા બધા લેન્ડલાઇન નંબરોની આગળ 2નો આંકડો જોડી દેવાયો હતો. મારા મગજમાં અચાનક 2 નંબરને જોડવાની વાત ધ્યાનમાં આવી અને જ્યારે મેં આમ કર્યું તો રિંગ જવા લાગી ફોન તેમની પત્નીએ ઉઠાવ્યો અને પછી ઘરેથી ડ્રાઇવરને મોબાઇલ પર કોલ કરવા સુધી ફોન હોલ્ડ પર રાખ્યો અને આ રીતે બધા તૂટેલા છેડા ફરીથી જોડાઇ ગયા.મે પેલા સુરક્ષાકર્મીને પુછ્યું અહીં કેટલા લોકોને હેરાગતિ થઇ, જેના લીધે અમે સાંજથી હેરાન હતા? તેનો જવાબ હતો, સર, ચાર લોકોને. આ જાણકારીથી મેં 2018માં વાંચેલો એક રસપ્રદ કિસ્સો યાદ આવ્યો જેમાં જણાવાયું હતું કે ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે દુનિયામાં 65 અથવા તેનાથી વધુ ઉંમરવાળા લોકોની સંખ્યા પાંચ વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકોથી વધુ થઇ ગઇ છે.

ફંડાએ છે કે ભવિષ્યના બિઝનેસને પોતાના દાયરાથી બાહર આવીને જોવાનો રહેશે અને વધતી ઉંમરના આવા ગ્રાહકોની જરૂરતોની પૂર્તિ સદભાવનાની સાથે કરવી પડશે, જેમની પાસે પોતાના ગુજરાન માટે પુરતા પૈસા પણ નથી.એવું ત્યારેજ સંભવ છે જ્યારે બિઝનેસ લીડર્સ પોતાના રણનીતિ બદલીને વિશ્વાસપાત્ર ટકાઉ મોડલ વિકસાવે.

શુ

મેનેજમેન્ટ ફંડા

એન. રઘુરામન

મેનેજમેન્ટ ગુરુ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - try expanding your business to 65 customers 085505


from Divya Bhaskar https://ift.tt/2MKsbBh
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here