ભોમિયાવદરનાં આંગણવાડી વર્કર બહેનને ફરજિયાત મોબાઇલ તાલીમની ફરજ પડાઇ, ગર્ભમાં જ બાળકનું મોત - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 14, 2019

ભોમિયાવદરનાં આંગણવાડી વર્કર બહેનને ફરજિયાત મોબાઇલ તાલીમની ફરજ પડાઇ, ગર્ભમાં જ બાળકનું મોત

તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મોબાઇલ ફોન બંધ હોવાના મુદ્દે આંગણવાડીનાં બેન સાથે વાત કરી હતી. અને આ ઓડિયો વાયરલ થયો હતો. ત્યારે પોરબંદરનાં ભોમિયાવદર ગામે રહેતા અાંગણવાડી વર્કર બહેનને નવમો મહિનો ચાલતો હોવા છતાં પણ મોબાઇલ તાલિમ માટે ફરજ પડાઇ હતી. ભોમિયાવદરથી મજીવાણા 13 કિમી રિક્ષા મારફત અવર-જવર કરતા હતા. જેનાં કારણે ગર્ભમાં રહેતું બાળકને મુશ્કેલી પડી હતી. અને મૃત બાળકને જન્મ આપ્યો હતો. આ ઘટનાનાં 18 દિવસ બાદ ભોગ બનનાર માતા અને અન્ય બહેનોએ જિલ્લા પંચાયતે દોડી જઇ યોગ્ય કરવા રજૂઆત કરી હતી.

પ્રસૂતાની ડિલવરી વખતે માતાનો જીવ તેમજ બાળકનો જીવ બચે તે માટે સરકાર પ્રયત્નો કરી રહી છે અને અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી રહી છે, તેમજ પ્રસૂતાને પૂરતો આહાર મળી રહે તે માટે પણ સરકાર દ્રારા પોષણયુકત કીટનું દર માસે વિતરણ કરવામાં આવે છે અને કુપોષિત બાળકો પોષણક્ષમ બને તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. કર્મચારી પ્રસૂતાને નવમાં મહિને રજા પણ આપવામાં આવે છે. ત્યારે પોરબંદર જીલ્લામાં પ્રસૂતા આંગણવાડી વર્કરને તાલીમ લેવા આવવા માટે મહિલા સુપરવાઇઝરે ફરજીયાત આવવાનું દબાણ કર્યુ હતુ જેથી પ્રસૂતાનું બાળક મૃત જન્મતા, ભારે ચકચાર જાગી છે.

થાક અને અવર-જવરનાં કારણે બાળક મૂંઝાઈ ગયું

 મેં સુપરવાઇઝર પ્રભાબેન સોંદરવાને ફોન કરીને રજા અંગે જણાવ્યુ હતુ પરંતુ સુપરવાઇઝરે ફરજીયાત તાલીમમાં આવવાનું કહ્યું હતું. ત્રણ દિવસની તાલીમ દરમ્યાન થાક અને વાહનોમાં અવર જવરના કારણે થડકાઓ લાગતા પેટમાં જ બાળક મુંજાઇ ગયુ હતુ. તાલીમ પાછળ મારે દીકરો ગુમાવવો પડ્યો. શાંતિબેન ઓડેદરા, આંગણવાડી વર્કર, ભોેમિયાવદર

રજા મૂકી જાવ, મેડમને જાણ કરજો

 શાંતિબેને સવારે મને કોલ કર્યો હતો. મારાથી અવાઇ એમ કહયુ હતુ, જેથી રજા મૂકી જાવ અને આ અંગે મેડમને જાણ કરજો તેવુ પણ કહયુ હતુ અને મોબાઇલની તાલીમ દરેક વર્કર માટે જરૂરી છે એવુ પણ મેં કહયુ હતુ પરંતુ શાંતિબેન બીજુ કંઇ બોલ્યા ન હતા. પ્રભાબેન સોંદરવા, સુપરવાઈઝર

બનાવ દુ:ખદાયી છે, તપાસ થશે

 આંગણવાડી વર્કર બહેનનું બાળક મૃત જનમ્યુ તે બનાવ દુ:ખદાયી છે. જે કોઇ કચેરી તરફથી ભૂલ રહી હશે તેની યોગ્ય તપાસ થશે. બહેનના દુ:ખમાં ભાગીદાર છીએ, દોષિતોને કાર્યવાહી થશે. ક્રિષ્નાબેન ટાંક, CDPO



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2MKai5A
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here