યુનાઇટેડ-વે ના સંચાલકોને ત્યાં મોડી રાત સુધી GSTનો સરવે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 14, 2019

યુનાઇટેડ-વે ના સંચાલકોને ત્યાં મોડી રાત સુધી GSTનો સરવે

નવરાત્રી પર્વની પુર્ણ થતાની સાથે જી.એસ.ટી વિભાગ એક્શનમાં અાવ્યું હતું.સોમવારે વડોદરાના વિશ્વપ્રસિદ્ધ યુનાઇટેડ-વેના ગરબા અાયોજકોની અલકાપુરી સ્થિત ઓફિસે જી.એસ.ટી વિભાગ દ્વારા સરવેની કામગીરી શરૂ કરવામાં અાવી હતી.જેમાં ગરબા અાયોજન દરમિયાન થયેલા પેમેન્ટ-રિસીપ્ટ સહિતની વિગતોની ચકાસણી કરવામાં અાવી હતી.

જી.એસ.ટી વિભાગે પ્રથમ રાજવી પરિવાર દ્વારા અાયોજીત પેલેસ હેરીટેજ ગરબાના અાયોજકો પર સરવેની કામગીરી હાથ ધરી હતી. બે દિવસ ચાલેલી સરવેની કાર્યવાહીમાં સંચાલકો પાસેથી અાવક-જાવક, ખર્ચ સહિતની વિગતો માંગવામાં અાવી હતી.સોમવારે શહેરના વિશ્વવિખ્યાત યુનાઇટેડ-વે ગરબાના અાયોજકોની અલકાપુરી સ્થિત સિડકપ ટાવર ખાતે અાવેલી ઓફિસમાં સરવેની કામગીરી શરૂ કરવામાં અાવી હતી.સરવેની કામગીરી દરમિયાન અાયોજકો પાસેથી પેમેન્ટ-રીસીપ્ટ, ખર્ચ, અાવક-જાવક તથા અન્ય હિસાબી પુરાવાની માંગણી કરવામાં અાવી હતી. મોડી સાંજ સુધી સરવેની કામગીરી ચાલુ રહી હતી. જોકે કેટલી ચોરી અહીંથી ઝડપાય તેની વિગતો હવે પછી જાહેર થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2ppDCGx
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here