
દિલ્હીની એક કોર્ટે આઈએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટને ધ્યાનમાં લીધી હતી. આ લોકો પર કથિતરૂપે ભ્રષ્ટાચાર અવરોધક કાયદા હેઠળ ગુનો કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનો આરોપ છે. યુપીએ શાસનમાં નાણામંત્રી પદે રહેલા ચિદમ્બરમ ઉપરાંત આ મામલે સરકારી અધિકારીઓ વિરુદ્ધ પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. વિશેષ જજ અજયકુમાર કુહારે આ મામલે સોમવારે ધ્યાન આપતાં આગામી તારીખ 24 ઓક્ટોબરે સુનાવણી નક્કી કરી હતી. આ તારીખે જ ચિદમ્બરમની ઈડીની કસ્ટડી સમાપ્ત થઇ રહી છે. તેમને આ દિવસે જ કોર્ટમાં ફરી હાજર કરવામાં આવશે. કાર્તિ ચિદમ્બરમ અને 12 અન્ય લોકોને પણ 29 નવેમ્બરે કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવી દેવાયાં છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Penl2p
via
IFTTT
No comments:
Post a Comment