ભારતીય બોલર્સનું ઈતિહાસનું શ્રેષ્ઠ પ્રદર્શન, 17ની એવરેજથી વિકેટ ઝડપી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 21, 2019

ભારતીય બોલર્સનું ઈતિહાસનું શ્રેષ્ઠ પ્રદર્શન, 17ની એવરેજથી વિકેટ ઝડપી

ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પ્રથમવાર ટેસ્ટ સીરિઝમાં ક્લિન સ્વીપ કરવાની તૈયારી કરી લીધી છે. ત્રીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ ફોલોઓન બાદ બીજી ઈનિંગ્સમાં 132 રનમાં જ 8 વિકેટ ગુમાવી દીધી છે. તેને ઈનિંગ્સથી હારવા માટે 203 રનની જરૂર છે. ત્રીજી ટેસ્ટમાં ઝડપી બોલર્સે 10 વિકેટ ઝડપી છે. સીરિઝમાં ઝડપી બોલર્સે 17.50ની એવરેજથી 26 વિકેટ ઝડપી છે. શમીએ 13, ઉમેશે 11 અને ઈશાંતે 2 વિકેટ ઝડપી છે. ભારતે પ્રથમ ઈનિંગ્સમાં 467 રન કર્યા હતા. દક્ષિણ આફ્રિકન ટીમ પ્રથમ ઈનિંગ્સમાં 162 રન જ કરી શકી હતી. સીરિઝમાં ટીમ ઈન્ડિયા 2-0થી આગળ છે. ત્રીજા દિવસે દ. આફ્રિકાએ પ્રથમ ઈનિંગ્સમાં 9 રનમાં 2 વિકેટથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. દિવસની પ્રથમ ઓવરના 5માં બોલે ઉમેશે પ્લેસિસ(1)ને આઉટ કર્યો. 16 રનમાં 3 વિકેટ પડ્યા બાદ હમ્ઝા (62) અને બાવુમા (32)એ ચોથી વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી સ્કોર 107 સુધી પહોંચાડ્યો હતો. ટીમે 130 રનમાં 8 વિકેટ ગુમાવી જે પછી લિન્ડે (37)એ સ્કોર 150 પાર પહોંચાડ્યો હતો. ટીમ 56.2 ઓવરમાં 162 રને ઓલઆઉટ થઈ હતી. ફોલોઓન બાદ દ.આફ્રિકન ટીમને બીજી ઈનિંગ્સમાં પણ સારી શરૂઆત ના મળી. બીજી ઓવરના પ્રથમ બોલે ઉમેશે ડી કોક(5)ને બોલ્ડ કર્યો હતો. 36 રનમાં 5 વિકેટ પડ્યા બાદ લિન્ડે (27) અને પીટ (23)એ ટીમની સ્થિતિ સંભાળી હતી. બ્રુએન (30*) ક્રિઝ પર છે. શમીએ 3 વિકેટ ઝડપી હતી.

મોહમ્મદ શમીએ બીજી ઈનિંગ્સમાં હમ્ઝાને આઉટ કર્યો. તેણે બીજી ઈનિંગ્સમાં 3 વિકેટ ઝડપી છે.

બોલર્સે ત્રીજીવાર એક દિવસમાં 16+ વિકેટ ઝડપી

ભારતીય બોલર્સે ત્રીજા દિવસે 16 વિકેટ ઝડપી. ટેસ્ટ ઈતિહાસમાં ભારતીય બોલર્સે ત્રીજીવાર દેશમાં 16 કે તેથી વધુ વિકેટ ઝડપી. ટીમે 2018માં બેંગલુરુમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ 20 જ્યારે 1952-53માં દિલ્હીમાં પાક. વિરુદ્ધ 17 વિકેટ ઝડપી હતી. દ.આફ્રિકન ટીમે 17 વર્ષ બાદ એક દિવસમાં 16 વિકેટ ગુમાવી.

ઝડપી બોલર્સનું એવરેજ અનુસાર શ્રેષ્ઠ પ્રદર્શન

25

20

15

10

5

2019/20

17.5

દ.આફ્રિકા

વિરુદ્ધ

ભારત

સ્થળ

1995/96

18.4

ન્યૂઝીલેન્ડ

ભારત

1954/55

19.9

પાકિસ્તાન

પાકિસ્તાન

1992/93

21.7

ઈંગ્લેન્ડ

ભારત

2011

21.8

વિન્ડીઝ

વિન્ડીઝ

દક્ષિણ આફ્રિકાના ઓપનર્સનું સૌથી ખરાબ પ્રદર્શન

દ.આફ્રિકાના ઓપનર્સે સીરિઝની 6 ઈનિંગ્સમાં 4.83ની એવરેજથી 29 રનની ભાગીદારી કરી છે. આ ટેસ્ટ ઈતિહાસમાં 4 કે તેથી વધુ ઈનિંગ્સની સીરિઝમાં ટીમના ઓપનર્સનું સૌથી ખરાબ પ્રદર્શન છે.

54 વર્ષ બાદ એક સીરિઝની 2 મેચમાં ફોલોઓન મળ્યું

ભારતે સીરિઝની સતત બીજી મેચમાં દ.આફ્રિકાને ફોલોઓન આપ્યું. 54 વર્ષ બાદ દ.આફ્રિકાને એક સીરિઝની 2 મેચમાં ફોલોઓન મળ્યું. છેલ્લે ઈંગ્લેન્ડે 1965માં આફ્રિકાને 2 વાર ફોલોઓન આપ્યું હતું.

3+ મેચની સીરિઝમાં ઝડપી બોલર્સની અત્યાર સુધીની શ્રેષ્ઠ એવરેજ 18 હતી, તેમણે સીરિઝમાં 26 વિકેટ ઝડપી છે

બીજીવાર એક ટીમના 12 ખેલાડીઓ બેટિંગ કરશે

દ.આફ્રિકાની બીજી ઈનિંગ્સમાં ઓપનર એલ્ગર (16*) ઈજાના કારણે રિટાયર્ડ હર્ટ થયો. કન્કશન નિયમ હેઠળ તેના સ્થાને બ્રુએન બીજી ઈનિંગ્સમાં રમવા ઉતર્યો. ટેસ્ટ ઈતિહાસમાં બીજીવાર એક ટીમના 12 ખેલાડીઓ બેટિંગ કરશે. આ વર્ષે ઓગસ્ટમાં ભારત-વિન્ડીઝની બીજી ટેસ્ટમાં ડેરેન બ્રાવો ઈજાના કારણે રિટાયર્ડ હર્ટ થયો હતો. તેના સ્થાને બ્લેકવુડે બેટિંગ કરી હતી.

ઉમેશે સતત 5 ઈનિંગ્સમાં 3+ વિકેટ ઝડપી

ઉમેશે ઘરઆંગણે છેલ્લી 5 ઈનિંગ્સમાં ઓછામાં ઓછી 3 વિકેટ ઝડપી છે. તે આમ કરનાર પ્રથમ ભારતીય બન્યો. સાહા ઈજાગ્રસ્ત થતાં પંત કીપિંગ કરી હતી.

સ્કોર બોર્ડ ભારત vs દ.આફ્રિકા

ભારત: 9/497 ઈનિંગ્સ ડિક્લેર

દક્ષિણ આફ્રિકા (2/9થી આગળ) રન બોલ 4 6

હમ્ઝા બો.જાડેજા 62 79 10 1

ડુ પ્લેસિસ બો.ઉમેશ 1 9 0 0

બાવુમા સ્ટ.સાહા બો.નદીમ 32 72 5 0

ક્લાસેન બો.જાડેજા 6 10 1 0

લિન્ડે કો.રોહિત બો.ઉમેશ 37 81 3 1

પીટ એલબી. બો.શમી 4 14 0 0

રબાડા રનઆઉટ 0 6 0 0

નોર્ત્જે એલબી. બો.નદીમ 4 55 0 0

એનગિડી એણનમ 0 5 0 0

દક્ષિણ આફ્રિકા બીજી ઈનિંગ્સ રન બોલ 4 6

ડી કોક બો.ઉમેશ 5 6 1 0

એલ્ગર રિટાયર્ડ હર્ટ 16 29 3 0

હમ્ઝા બો.શમી 0 6 0 0

પ્લેસિસ એલબી બો.શમી 4 10 0 0

બાવુમા કો.સાહા બો.શમી 0 3 0 0

ક્લાસેન એલબી બો.ઉમેશ 5 24 0 0

લિન્ડે રનઆઉટ 27 55 5 0

પીટ બો.જાડેજા 23 73 2 1

બ્રુએન અણનમ 30 42 4 1

રબાડા કો.જાડેજા બો. અશ્વિન 12 16 3 0

નોર્ત્જે અણનમ 5 12 1 0

એક્સ્ટ્રા: 5, કુલ: 132/8 (46 ઓવર), વિકેટ: 1-5, 2-10, 3-18, 4-22, 5-36, 6-67, 7-98, 8-121, બોલિંગ: શમી: 9-5-10-3, ઉમેશ: 9-1-35-2, જાડેજા: 13-5-36-1, નદીમ: 5-0-18-0, અશ્વિન: 10-3-28-1.

એક્સ્ટ્રા: 12 કુલ: 162/10 (56.2 ઓવર), વિકેટ: 3-16, 4-107, 5-107, 6-119, 7-129, 8-130, 9-162, 10-162, બોલિંગ: શમી: 10-4-22-2, ઉમેશ: 9-1-40-3, નદીમ: 11.2-4-22-2, જાડેજા: 14-3-19-2, અશ્વિન: 12-1-48-0.

દક્ષિણ આફ્રિકા બીજી ઈનિંગ્સ રન બોલ 4 6

ડી કોક બો.ઉમેશ 5 6 1 0

એલ્ગર રિટાયર્ડ હર્ટ 16 29 3 0

હમ્ઝા બો.શમી 0 6 0 0

પ્લેસિસ એલબી બો.શમી 4 10 0 0

બાવુમા કો.સાહા બો.શમી 0 3 0 0

ક્લાસેન એલબી બો.ઉમેશ 5 24 0 0

લિન્ડે રનઆઉટ 27 55 5 0

પીટ બો.જાડેજા 23 73 2 1

બ્રુએન અણનમ 30 42 4 1

રબાડા કો.જાડેજા બો. અશ્વિન 12 16 3 0

નોર્ત્જે અણનમ 5 12 1 0

એક્સ્ટ્રા: 5, કુલ: 132/8 (46 ઓવર), વિકેટ: 1-5, 2-10, 3-18, 4-22, 5-36, 6-67, 7-98, 8-121, બોલિંગ: શમી: 9-5-10-3, ઉમેશ: 9-1-35-2, જાડેજા: 13-5-36-1, નદીમ: 5-0-18-0, અશ્વિન: 10-3-28-1.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - the best display of indian bowlers39 history wickets faster than the average of 17 062554
Div News - the best display of indian bowlers39 history wickets faster than the average of 17 062554


from Divya Bhaskar https://ift.tt/35VG74v
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here