અફઘાનિસ્તાનનો રાશિદ ખાન ‘ધ 100’ લીગમાં સૌપ્રથમ ખરીદાયો, ક્રિસ ગેલ અને મલિંગાને કોઈએ ના ખરીદયા - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 21, 2019

અફઘાનિસ્તાનનો રાશિદ ખાન ‘ધ 100’ લીગમાં સૌપ્રથમ ખરીદાયો, ક્રિસ ગેલ અને મલિંગાને કોઈએ ના ખરીદયા

ઈંગ્લેન્ડમાં યોજાનારી 100 બોલની ક્રિકેટ લીગ ‘ધ 100’ માટે પ્રથમ રાઉન્ડની હરાજી સોમવારે પૂર્ણ થઈ. અફઘાનિસ્તાનનો સ્પિનર રાશિદ ખાન હરાજીમાં વેચાનાર સૌપ્રથમ ખેલાડી બન્યો. રાશિદને 1.1 કરોડમાં ખરીદાયો. તે આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમે છે અને તેને 9 કરોડ રૂપિયા મળે છે. રાશિદ ધ હન્ડ્રેડ લીગમાં ટ્રેન્ટ રોકેટ્સ તરફથી રમશે. ઈંગ્લેન્ડની ટેસ્ટ કેપ્ટન જો રૂટ તેનો કેપ્ટન રહેશે.

જ્યારે ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ (13051) રન કરનાર વિન્ડીઝના ક્રિસ ગેલને અને ટી-20 ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ (385) ઝડપનાર શ્રીલંકાના મલિંગાને કોઈએ ખરીદયા નહીં. ગેલની વય 40 અને મલિંગાની 36. આ બંને ઉપરાંત ટી-20માં નંબર-1 બેટ્સમેન રહેલા બાબર આઝમને પણ કોઈએ ના ખરીદયો. દ.આફ્રિકાના ક્વિન્ટન ડી કોક, વિન્ડીઝના કેરોન પોલાર્ડ, ડ્વેન બ્રાવો અને બાંગ્લાદેશના તમીમ ઈકબાલને કોઈએ ના ખરીદયો. લીગમાં સ્ટાર્ક અને સ્મિથને વેલ્સ ફાયરે ખરીદયા. જ્યારે વોર્નરને સાઉથર્ન બ્રેવે ખરીદયો. આ ઉપરાંત આન્દ્રે રસેલ, એરોન ફિન્ચ, મુજીબ, નારાયણ, તાહિર, પ્લન્કેટ અને મેક્સવેલ જેવા ખેલાડીઓને વિવિધ ટીમમાં સ્થાન મળ્યું. કુલ 570 ખેલાડીઓ ડ્રાફ્ટમાં સામેલ છે, જેમાં 239 વિદેશી અને 331 સ્થાનિક ખેલાડી હતા. પ્રથમ રાઉન્ડમાં 96 ખેલાડીઓને ખરીદાયા.

રાશિદને આઈપીએલમાં 9 કરોડ રૂપિયા મળ્યા હતા

38 દિવસ સુધી ચાલશે લીગ. 17 જુલાઈથી 16 ઓગસ્ટ 2020 સુધી.

8 ટીમ ભાગ લેશે, કુલ 570 ખેલાડીઓએ હરાજીમાં ભાગ લીધો.

દરેક ટીમમાં 3 વિદેશી ખેલાડીઓ સામેલ થઈ શકે છે, 100 બોલની એક ઈનિંગ્સ. 200 બોલમાં મેચ પૂર્ણ.

દરેક ઈંગ્લિશ કાઉન્ટી ટીમને તેનાથી 11 કરોડની કમાણી થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - rashid khan of afghanistan buys first in 39the 10039 league nobody buys chris gayle and malinga 062557


from Divya Bhaskar https://ift.tt/2P7LRSB
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here