દિવાળી સુધી ટુ-વ્હિલરની ડિમાન્ડ 14 ટકા વધવાનું અનુમાન, નવરાત્રીમાં 9 ટકાની વૃદ્ધિ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 21, 2019

દિવાળી સુધી ટુ-વ્હિલરની ડિમાન્ડ 14 ટકા વધવાનું અનુમાન, નવરાત્રીમાં 9 ટકાની વૃદ્ધિ

તહેવારોની સિઝન શરૂ થવા પર ટૂ-વ્હિલરની માગમાં વધારો થયો છે. દિવાળીને ધ્યાનમાં રાખતા ઓક્ટોબરમાં વેચાણ 14 ટકા સુધી વધી શકે છે. આ બાબતને ધ્યાનમાં લેતા ટૂ-વ્હિલર ઉત્પાદક કંપનીઓએ પણ દિવાળી સુધી બાઇક તથા સ્કૂટર ખરીદવા પર અલગ-અલગ ઓફર શરૂ કરી છે. નવરાત્રીને ધ્યાનમાં રાખી ઓગસ્ટની તુલનામાં સપ્ટેમ્બરમાં દ્વીચક્રિય વાહનોનું વેચાણ 9 ટકા સુધી વધ્યું છે.

સસ્તા ફાઇનાન્સ, કેશ ડિસ્કાઉન્ટ, કેશ બેક, એક્સચેન્જ બોનસથી લઇ ફ્રી ઇન્સ્યોરન્સ અન્ય મળીને 15 હજાર રૂપિયા સુધીના ફાયદા ગ્રાહકોને પહોંચાડવાનો દાવો કંપની કરી રહી છે. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ (સીયામ)ના અહેવાલ મુજબ લગભગ મુખ્ય દ્વી-ચક્રિયીય ઉત્પાદક જેમકે હિરો મોટો કોર્પ, હોન્ડા મોટરસાઇલક એન્ડ સ્કૂટર ઇન્ડિયા અને બજાજ ઓટોએ સપ્ટેમ્બર 2019ના વેચાણમાં વૃદ્ધિ નોંધાવી છે. જોકે, સપ્ટેમ્બર 2018ની તુલનામાં કુલ દ્વી ચક્રિયા વાહનોના વેચાણમાં 21 ટકાનો ઘટાડો આવ્યો છે. જ્યારે , હિરો પોતાના પોર્ટફોલિયોમાં દરેક મોડલ પર એક્સચેન્જ ઓફર, કેશ ડિસ્કાઉન્ટ અન્ય 10000 રૂપિયા સુધીની છૂટ આપી રહ્યાં છે. પેટીએમના માધ્યમથી ચૂકવણી ઓનલાઇન દ્વારા કરવા પર 7000 રૂપિયા સુધી વધારાની છઊટનો પણ લાભ આપવામાં આવી રહ્યો છે. સૌથી વધુ ભાર સસ્તા ફાઇનાન્સ પર છે. હિરોએ જ્યાં ફાઇનાન્સ કંપનીઓ સાથે મળીને 6.99 ટકાના વ્યાજદર રાખ્યા છે તો હોન્ડાએ એચડીએફસી સાથે કરાર કરી ફ્લેટ 8 ટકા વ્યાજદર રાખ્યા છે.

ઓગસ્ટની તુલનાએ સપ્ટેમ્બરમાં વેચાણમાં વૃદ્ધિ જોવા મળી

સૌથી વધુ હીરોના વેચાણમાં વધારો

દેશની સૌથી મોટી બાઇક ઉત્પાદક કંપની હીરો મોટોકોર્પએ સપ્ટેમ્બર 2019માં 612204 ગાડીઓનું વેચાણ કર્યું હતું. જ્યારે ઓગસ્ટ 2019માં 545406 ગાડીઓ વેચી હતી જેમાં 12.66 ટકા વૃદ્ધિ જોવા મળી છે. જોકે, સપ્ટેમ્બર 2018ની તુલનામાં આ દરેક પણ 18.21 ટકા ઓછા છે. ગતવર્ષે આ સમયમાં કંપનીએ 748535 યુનિટ વેચ્યા હતા. દેશની બીજી સૌથી મોટી બાઇક ઉત્પાદક કંપની હોન્ડાએ ગત મહિને 455892 યૂનિટનું કુલ વેચાણ કર્યું હતું. ઓગસ્ટની તુલનામાં સપ્ટેમ્બરમાં 7.50 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. ઓગસ્ટમાં કંપનીએ કુલ 425664 યુનિટનું વેચાણ કર્યું હતું.

તહેવારોમાં ડિસ્કાઉન્ટથી વેચાણ વધ્યું, ગ્રાહકો દ્વારા પૂછપરછમાં વધારો

મહિનાના આધાર પર જોઇએ તો વેચાણમાં આ વૃદ્ધિનો એક સંકેત છે કે ઓટો ઉદ્યોગ ફરી પાટા પર આવી રહ્ોય છે. ભોપાલ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશનના અધ્યક્ષ આશીષ પાંડેએ જણાવ્યું છે કે દિવાળી માટે ટૂ-વ્હીલરની પુછપરછમાં વધારો થયો છે. કંપનીઓના ડિસ્કાઉન્ટ ઓફરના કારણે ગ્રાહકો ખરીદવા માટે ઉત્સુક છે. દિવાળી સુધી વેચાણમાં 14 ટકા સુધી વધારો થઇ શકે છે.

કંપની - ઓફર-છૂટ

હિરો: 10000 (1500 રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ, PTM, એક્સચેન્જ ઓફર)

હોન્ડા: 8900 (ફાઇનાન્સ પર) 2100 જોય ક્લબ અને 7000 પેટીએમ

ટીવીએસ: 9000 (ફાઇનાન્સ પર) અને 2000 કેશ ડિસ્કાઉન્ટ

કંપની વેચાણ ઓગસ્ટ સપ્ટેમ્બર

હીરો 543406 612204

હોન્ડા 425664 455892

ટીવીએસ 219558 243163

બજાજ 173024 177348



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - demand for two wheeler up to diwali increases 14 till diwali 9 increase in navratri 062601


from Divya Bhaskar https://ift.tt/2JaLGlI
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here