નાણામંત્રી નિર્મલા સિતારમણે 20 સપ્ટેમ્બરના સ્થાનિક કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સમાં જંગી ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. કોર્પોરેટ ટેક્સ 30 થી ઘટાડી 22 ટકા કરી દીધો છે. આ જાહેરાત પછી સતત ઘટી રહેલા બજારે તે દિવસે 1921 પોઇન્ટની ઉંચી છલાંગ લગાવી હતી. અને ત્યાર પછી અત્યાર સુધી વિદેશી રોકાણકારોએ ઓછામાં ઓછા 11630 કરોડ રૂપિયાનું રોકાણ કરી ચૂક્યા છે. ટેક્સમાં ઘટાડાના નિર્ણય પછી એખ મહિનામાં સેન્સેક્સ 3205 પોઇન્ટ વધ્યો છે. એટલે કે બજારે 8.88 ટકા સુધી રિટર્ન આપ્યું છે. 19 સપ્ટેમ્બરના સેન્સેક્સ 36093.47 પોઇન્ટ પર હતો જે ઉંચાઇ સાથે 18 ઓક્ટોબરના 39298.38 પર બંધ રહ્યો હતો. ત્યાર પછી જ બજારની સ્થિતી અને માહોલ ધ્યાનમાં લેતા વિદેશી રોકાણકારોનો પણ ભરોસો સંપાદીત થયો છે. એફપીઆઇએ માત્ર ઓક્ટોબર માસમાં અત્યાર સુધી ભારતીય મૂડી બજારમાં 5072 કરોડનું રોકાણ કર્યું છે.
કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો-સરચાર્જ દૂર થયા પછી એક માસમાં સેન્સેક્સ 3205 પોઇન્ટ વધ્યો
ગત માસમાં ટેક્સ ઘટાડાની જાહેરાત પછી સેન્સેક્સએ એક દિવસમાં 1921 પોઇન્ટની છલાંગ લગાવી હતી
અદાણી ગ્રીન એનર્જીના શેરે આપ્યું 68 % રિટર્ન
કંપની એક માસ વૃદ્ધિ વૃદ્ધિ
બંધ ભાવ પહેલા બંધ ભાવ (રૂપિયામાં) (ટકામાં)
અદાણી ગ્રીન એનર્જિ લિ. 89.70 53.20 36.50 68.61
ઇન્ડિયા ટૂરિઝમ 349.95 226.30 123.65 54.64
જનરલ ઇન્સ્યો. કોર્પો. 278.90 183.50 95.40 51.99
બીપીસીએલ 520.25 382.15 138.10 36.14
ધ ન્યૂ ઇન્ડિયા ઇન્સો. 143.65 105.65 38.00 35.97
બર્જર પેઇન્ટ્સ 499.05 368.05 131.00 35.59
સીમેન્સ 1649.60 1247.75 401.85 32.21
આઇડિયા સેલ્યુલર 6.39 4.86 1.53 31.48
અશોક લેલેન્ડ 77.50 59.60 17.90 30.03
વર્હ્લપૂલ ઇન્ડિયા 2163.55 1683.30 480.25 28.53
વેચાણ ઘટવા છતાં ઓટો સ્ટોક્સે આપ્યું સારું રિટર્ન
સતત 11 મહિનાથી વેચાણમાં થઇ રહેલા જંગી ઘટાડાનો સામનો કરી રહી ઓટો કંપનીઓએ પણ સારૂ રિટર્ન આપ્યું છે. અશોક લેલેન્ડે 30 ટકા, એસ્કોર્ટે 26.73 ટકા, આઇસર મોટરે 26.47 ટકા, ટીવીએસ મોટરે 22.20 ટકાનું રિટર્ન આપ્યું છે. નિષ્ણાતોએ જણાવ્યું કે ઓટો કંપનીઓના સારા પ્રદર્શનનું એક કારણ કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરાયો તે પણ છે.
સાર્વજનિક ક્ષેત્રે બેન્કોને સૌથી વધુ નુકસાન થયું
કંપની એક માસ વૃદ્ધિ વૃદ્ધિ
બંધ ભાવ પહેલા બંધ ભાવ (રૂપિયામાં) (ટકામાં)
ઇન્ડિયા બુલ્સ હાઉ.ફાઇ. 231.50 419.15 -187.65 -44.77
ઇન્ડિયન બેન્ક 122.70 158.85 - 36.15 - 22.76
પીએનબી હાઉ.ફાઇ. 478.30 614.90 -136.60 -22.21
યૂનાઇટેડ બેન્ક 7.29 9.32 -2.03 -21.78
ઓરિએન્ટલ બંન્ક 49.55 62.00 -12.45 -20.08
યસ બેન્ક 51.40 64.10 -12.70 -19.81
યૂકો બેન્ક 11.85 14.75 -2.90 -19.66
બેન્ક ઓફ મહારાષ્ટ્ર 9.75 12.07 -12.70 -19.81
ઇલાહાબાદ બેન્ક 25.65 31.70 -6.05 -19.09
સિંડિકેટ બેન્ક 25.00 30.30 -5.30 -17.49
સૌથી વધુ ઘટાડા વાળા શેરોમાં બેંક સ્ટોક્સ સૌથી ઉપર
છેલ્લા એક મહિનામાં સૌથી ખરાબ પ્રદર્શન બેન્કિંગ સેક્ટરનું રહ્યું છે. ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, ઇન્ડિયન બેન્ક, પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ, યૂનાઇટેડ બેન્ક, ઓરિએન્ટલ બેન્ક, યસ બેન્ક, યુકો બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, અલ્હાબાદ બેન્ક, સિંડીકેટ બેન્ક, આરબીએલ, કોર્પોરેશન બેન્ક ટોપ લુઝર્સની લિસ્ટમાં સામેલ થઇ છે.
વિદેશી રોકાણકારોએ ઓક્ટો.માં 5072 કરોડનું રોકાણ કર્યું
એફપીઆઇએ ઓક્ટોબર માસમાં અત્યાર સુધી ભારતીય મૂડી બજારમાં 5072 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ પહેલા સપ્ટેમ્બરમાં પણ એફપીઆઇએ 6557.8 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. બજેટમાં સરચાર્જ લાગુ કર્યા પછી વિદેશી રોકાણકારોએ જુલાઇ અને સપ્ટેમ્બરમાં સતત રોકાણ પાછું ખેંચ્યું હતું. સરકાર દ્વારા સરચાર્જ પાછા લેવા અને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાના કારણે બજારમાં એક સારો માહોલ છતાં એફપીઆઇ ફરી રોકાણ કરવા લાગી છે. ડિપોઝિટરીના અહેવાલ મુજબ એફપીઆઇએ એકથી 18 ઓક્ટોબર સુધી શેરોમાં 4970 કરોડ રૂપિયા અને બોન્ડ માર્કેટમાં 102 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ રીતે સ્થાનિક મૂડી બજારમાં એફપીઆઇ દ્વારા કુલ 5072 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું છે.
સરકાર દ્વારા લેવાયેલ પગલાંથી બજારમાં પોઝિટિવ અસર થઇ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35Wy47e
via IFTTT
No comments:
Post a Comment