શિવાકાશીમાં આ વખતે 98 ટકા ફટાકડા જૂની રીતે જ બની રહ્યા છે, બે હજારમાંથી માત્ર 4ની પાસે ગ્રીન ફટાકડા બનાવવાનું લાઇસન્સ, વેરાઇટી પણ મર્યાદિત મળશે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 21, 2019

શિવાકાશીમાં આ વખતે 98 ટકા ફટાકડા જૂની રીતે જ બની રહ્યા છે, બે હજારમાંથી માત્ર 4ની પાસે ગ્રીન ફટાકડા બનાવવાનું લાઇસન્સ, વેરાઇટી પણ મર્યાદિત મળશે

તમિલનાડુના મદુરાઇથી કન્યાકુમારી જતા એનએચ-47 પર શિવાકાશી તાલુકો છે. સતત ચાલતી ઔદ્યોગિક ગતિવિધિઓના કારણે તેને ભારતનું કુટી જાપાન એટલે કે મીની જાપાન કહેવાય છે. શિવાકાશીની સૌથી મોટી ઓળખ ફટાકડા ઉદ્યોગ છે. દેશના 90 ટકા ફટાકડા અહીં જ બને છે. દીવાલો પર લાગેલાં પોસ્ટરોથી લાગે છે કે તમે ફટાકડાની દુનિયામાં છો. પરંતુ તેમાંથી એક પણ ‘ગ્રીન ફટાકડા’નાં પોસ્ટર નથી, કારણ કે અહીં બનેલા ફટાકડામાં 2 ટકાથી પણ ઓછા ગ્રીન ફટાકડા છે. વાસ્તવમાં અહીં માત્ર 4 કંપનીઓને જ તેના લાઇસન્સ મળ્યાં છે. જે કેમિકલને પ્રતિબંધિત કરાયું છે, તેનો ગ્રીન વિકલ્પ પોટેશિયમ પેરિયોડેટ 400 ગણો મોંઘો છે જેના લીધે નિર્માતાઓએ ઓછા ગ્રીન ફટાકડા બનાવ્યા છે.

શિવાકાશીમાં હાલમાં દરેક બાજુ ફટાકડા જ દેખાઇ રહ્યા છે. દિવાળીને કારણે ફટાકડા સપ્લાય કરવાનું કામ તેજીમાં છે. શિવાકાશીમાં રજિસ્ટર્ડ ફટાકડા નિર્માતાઓની સંખ્યા 1,070 છે અને નાના-મોટા મળી 1800થી 2000 એકમો ફટાકડા બનાવે છે. ગત વર્ષે અહીં ફટાકડાના વેપારનું ટર્નઓવર 6,500 કરોડ રૂપિયાનું હતું. સુપ્રીમકોર્ટના પ્રતિબંધ પછી સતત ઘટી રહ્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં ટર્નઓવર 60 ટકા ઘટી ગયું છે. શિવાકાશીમાં કન્ટ્રોલર ઓફ એક્સપ્લોઝિવ ઓફિસર ડો. કરુણામય પાન્ડે જણાવે છે કે સુપ્રીમકોર્ટે ફટાકડામાં વપરાતા 6 કેમિકલ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જે બેરિયમ નાઇટ્રેટ, એન્ટીમોની, લિથિયમ, મર્કરી, આર્સેનિક અને લેડ છે. તેમાં બેરિયમ નાઇટ્રેટ સૌથી ખતરનાક છે અને તેના પર કડકપણે પ્રતિબંધ મૂકવાનો આદેશ છે.’ બીજી બાજુ શ્રીબાલાજી ફાયર વર્ક્સના માલિક કનન કહે છે કે અમે કોર્ટના ચુકાદાનું સન્માન કરીએ છીએ, તેથી ગ્રીન ફટાકડાનું લાઇસન્સ લીધું છે. પરંતુ સસ્તા બેરિયમ નાઇટ્રેટ વિના ગ્રીન ફટાકડા બનાવવાનું બહુ મોંઘું હશે. કનન કહે છે કે બેરિયમ નાઇટ્રેટ વિના ગ્રીન ફટાકડામાં માત્ર તારા મંડળ, કોઠી, પેન્સિલ, ચકરી અને લડી બનાવી શકાય છે. પરંતુ તેની માગ બહુ ઓછી છે. જો એ ન વેચાય તો નુકસાન વેઠવું પડશે. સમસ્યા એ છે કે 70 રૂપિયે કિલોના બેરિયમ નાઇટ્રેટની જગ્યાએ 3000 રૂપિયે કિલોવાળા પોટાશિયમ પેરિયોડેટના ઉપયોગનું સૂચન કરાયું છે. જેથી ગ્રીન ફટાકડાના ભાવ એટલા વધી જશે કે ખરીદાર જ નહીં મળે. નેશનલ એન્વાયરોનમેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (નીરી)નાં ચીફ સાયન્ટિસ્ટ ડો. સાધના રાયાલુ કહે છે કે ગ્રીન ફટાકડા પર રિસર્ચ ચાલુ છે. શિવાકાશીમાં 250 નિર્માતાઓએ ફોર્મ્યુલા માટે અરજી કરી હતી, જેમાંથી 165 સાથે કરાર થયો છે. પેટ્રોલિયમ, એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન (પેસો) પાસેથી શિવાકાશીના 4 નિર્માતાને લાઇસન્સ મળ્યાં છે. તેના અંગે શિવાકાશીથી કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોર કહે છે કે લોકસભા ચૂંટણી પહેલાં 4 મહિના સુધી સંપૂર્ણ શિવાકાશી કોર્ટના ચુકાદાની વિરુદ્ધ બંધ રહ્યું હતું.

ફટાકડા બનાવવા માટે સૌથી જરૂરી કેમિકલ બેરિયમ નાઇટ્રેટનો ગ્રીન વિકલ્પ આશરે 400 ગણો મોંઘો છે

આઠ લાખ લોકોને રોજગાર આપનારા દેશના સૌથી મોટા ફટાકડા બજાર શિવાકાશીથી રિપોર્ટ

શિવાકાશીમાં ફટાકડા ઉદ્યોગથી 8 લાખ લોકોને રોજગાર મળે છે. ફોટો: આર. મહેશકુમાર

બજારમાં ગ્રીન ક્રેકર્સ 2 % થી પણ ઓછા છે, કારણ કે જે કેમિકલથી બને છે, તે પ્રતિબંધિત છે

આ વખતે આ ફટાકડા ખાસ હશે

શિવાકાશીમાં ગ્રીન ફટાકડાથી અલગ આ વખતે ફેન્સી ફટાકડાની નવી રેન્જ પર કામ કરાયું. મોરકો જેવા આકાશમાં ફાટતા ફટાકડાની નવી વેરાયટી જોવા મળશે. જેક એન્ડ જિલ, ગ્લેજી બૂમ અને ઝોડિયક જિગ્લર્સ જેવા 100 શોટ્સના ફટાકડા પણ પહેલાં કરતાં વધુ શોટ્સ સાથે મળશે.

ચિંતા ભવિષ્યની છે

શિવાકાશીની સૌથી જૂની તમિલનાડુ ફાયરવર્કસ, અમોર્સેસ મેન્યુફેક્ચરર એસોસિએશનના અધ્યક્ષ ગણેશન શિવાકાશીના ભવિષ્ય અંગે ચિંતિત છે કે ગ્રીન ફટાકડાને કારણે વેપાર ખતમ થશે તો આર્થિક અને સામાજિક તાણાવાણા બગડી જશે. માઇગ્રેશન પણ વધશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - at shivakashi 98 of the fireworks are being built out of date only 4 out of the two thousand will be licensed to make green fireworks but the variety will be limited 062546


from Divya Bhaskar https://ift.tt/33SyGJr
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here