
ઊના | ઊના અને દેલવાડા ગામનાં ઝાંપા પાસેથી કનૈયાલાલ ચનાભાઇ બાંભણીયા તેમજ ઇકબાલ અબુબકરભાઇ મકરાણી આ બે યુવાનો ચાલીને પસાર થતા હતા. ત્યારે અચાનક ખૂંટીયાએ ઢીક મારી દેતાં કનૈયાલાલને ડાબા હાથમાં ફેક્ચર થયેલ અને ઇકબાલભાઇને માથાના ભાગે ઇજા થયેલ હતી. ઇજાગ્રસ્ત બન્ને યુવાનોને તાત્કાલીક આ વિસ્તારના લોકોએ સારવાર અર્થે હોસ્પીટલે ખસેડેલ હતા. જ્યારે કનૈયાલાલને વધુ સારવાર માટે ઊના ખાનગી હોસ્પીટલે ખસેડેલ છે. આમ ઊના અને દેલવાડામાં ખૂંટીયાનો ત્રાસ વધી ગયો હોય તેમ ત્રણ દિવસ પહેલા ઊના ખાઉગલીમાં બે ખૂંટીયાએ જંગ છેડતા ધંધાર્થીઓના માલસામને નુકસાન કરેલ હતું. આમ ખૂંટીયાના ત્રાસથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તંત્ર દ્વારા આ ઢોરને પાંજરે પૂરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2P3Gns6
via
IFTTT
No comments:
Post a Comment