અમરેલીમાં દિવાળી માથે પણ હિરા ઉદ્યોગની ચમક ઝાંખી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 21, 2019

અમરેલીમાં દિવાળી માથે પણ હિરા ઉદ્યોગની ચમક ઝાંખી

છેલ્લા ચાર દાયકાથી એક ચિત્ર અચુક જોવા મળતુ કે દિવાળીનો સમય હોય ત્યારે હિરાના કારખાનાઓ દિવસ-રાત ધમધમતા હોય, જેટલો પણ લોટ પડ્યો હોય તેને પોલીશ કરી ખતમ કરવા માટે રત્ન કલાકારો ઓવર ટાઇમ કરતા હોય છે. અને દિવાળીના બે ચાર દિવસ પહેલા કામ પુરૂ કરી દેવામાં આવે છે જેનાથી રત્ન કલારાકોને વળતર પણ વધુ મળે છે. અને બોનસ પણ મળી રહે છે. પણ હવે ચિત્ર બદલાઇ રહ્યુ છે. હિરા ઉદ્યોગ મંદીમાં ચાલી રહ્યો છે. જેને પગલે જે કારખાનાઓમાં માલનો કોઇ ભરાવો જ નથી. બલકે કારીગરો પાસે પુરતુ કામ જ નથી પરિણામે હિરાના કારખાનાઓ રગડધગડ ચાલી રહ્યાં છે.

અમરેલી જીલ્લામાં એક સમયે 1600થી વધુ કારખાના ધમધમતા હતાં. અને તેમાં 60 હજારથી વધુ રત્ન કલાકારો રોજીરોટી મેળવતા હતાં પરંતુ પાછલા વર્ષોની મંદીમાં અનેક કારખાના બંધ થઇ ગયા. અને હાલની મંદીના કારણે મોટાભાગના કારખાનામાં દિવાળીનું વેકેશન વહેલુ પડી ગયું છે. જે મોટા ખાતાના કારખાના છે તે હાલમાં ચાલુ છે. પરંતુ આ કારખાનાઓમાં પણ કામ તો રાબેતા મુજબના શેડ્યુલમાં જ ચાલી રહ્યું છે. અહીં કોઇ વધારાની પાળી ચલાવવામાં આવી રહી નથી. ન તો મોડી રાત સુધી કારખાના ધમધમે છે કે ન તો વહેલી સવારથી જ ચાલુ થાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2MCypo9
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here