જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે સચરાચર મેઘવૃષ્ટિના કારણે આગામી વર્ષ સુધી પિયતનો પ્રશ્ન હલ થતાં સોળ આની વર્ષ થશે.મેઘરાજાએ સરેરાશ કરતા વધુ હેત વરસાવતા જિલ્લાના મુખ્ય પાક મગફળીના ધૂમ ઉત્પાદનની ખેડૂતોને આશા છે. ગતવર્ષની જેમ આ વર્ષે પણ રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે.જેની ઓનલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.વર્ષ-2018 માં અપૂરતા વરસાદના કારણે મગફળીનો પાક ઓછો થતાં 1 નવેમ્બરના તો વર્ષ-2019 મેઘમહેરથી મગફળીના પાક સારો થતાં 1 ઓકટોબર એટલે કે એક મહીના અગાઉ ટેકાના ભાવે મગફળીના ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.જામનગર જિલ્લામાં ગત વર્ષે 20 દિવસમાં ફકત 12880 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીના વેંચાણનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.જેની સરખામણીએ ચાલુ વર્ષે 20 દિવસમાં 55922 ખેડૂતોએ ઓનલાઇ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.એટલે કે 43042 ખેડૂતોએ વધુ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
લાભપાંચમથી ટેકાના ભાવે ખરીદી શરૂ
વર્ષ-2018 માં પણ દિવાળીના વેકશન બાદ લાભપાંચમથી ગુજરાત રાજ્યના તમામ માર્કેટીંગ યાર્ડ અને ટેકાના ભાવના ખરીદ કેન્દ્ર પર મગફળીની ખરીદીનો પ્રારંભ થયો હતો. ત્યારે ચાલુ વર્ષે પણ લાભપાંચમથી માર્કેટીંગ યાર્ડ અને ટેકાના ભાવના ખરીદ કેન્દ્ર પર મગફળીની ખરીદી શરૂ થશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2W0vcSx
via IFTTT
No comments:
Post a Comment