દ્વારકા પંથકનો વિસ્તાર સમુદ્રથી ઘેરાયેલો વિસ્તાર છે.આ વિસ્તાર હરહંમેશ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 21, 2019

દ્વારકા પંથકનો વિસ્તાર સમુદ્રથી ઘેરાયેલો વિસ્તાર છે.આ વિસ્તાર હરહંમેશ


દ્વારકા પંથકનો વિસ્તાર સમુદ્રથી ઘેરાયેલો વિસ્તાર છે.આ વિસ્તાર હરહંમેશ સંવેદનશીલ છે.1965 નો હુમલો હોય કે 1971 ની લડાઇ કે પછી 26/11 નો હુમલો હોઇ દર વખતે દ્વારકાની દરિયાઇ પટ્ટીનો ઉપયોગ થયો છે.જેથી દેશની તમામ સુરક્ષા એજન્સીઓ અહી કાર્યરત છે. અને દરીયાની સુરક્ષા પર ચાંપતી નજર રહે છે.મરીન પોલીસને દરિયાઇ પેટ્રોલીંગ માટે બોટ ફાળવવામાં આવી છે.

દરિયાઇ પેટ્રોલીંગ બોટનો કોન્ટ્રાક્ટ છેલ્લા એક મહિનાથી પુર્ણ થઇ ગયો છે.જેથી દરિયામાં મરીન પોલીસનું પેટ્રોલીંગ બંધ કરી દેવાયું છે.દિવાળીના તહેવાર સમયે સંવેદનશીલ દરિયાઇ વિસ્તારમાં સુરક્ષા સામે અનેક સવાલો ઉઠ્યા છે. પાકિસ્તાની જળસીમાંથી માત્ર 86 નોટીકલ માઇલની દુર આવેલ ઓખા બંદર દુશ્મન દેશની નાપાક હરકતોને લીધે હંમેશા સંવેદનશીલ વિસ્તાર રહ્યો છે.ઓખા બંદરેથી અલગ કોસ્ટગાર્ડ,નેવી તેમજ ઓખા મરીન પોલીસ દ્વારા દરિયામાં બોટ મારફતે ચેકિંગ કરાતું હોય છે.

ત્યારે એક તરફ માછીમારી સીઝન ધમધોકાર ચાલી રહી છે.ત્યાંરે કોઇ અજાણી બોટ દેશની સરહદમાં ધુસી ન આવે તે માટે સતર્કતા ખુબ જરૂરી બને છે. આવા સમયે જ દરિયાઇ પેટ્રોલીંગ બોટનો કોન્ટ્રાક્ટ પુર્ણ થતા દરિયામાં પેટ્રોલીંગ બોટ બંધ કરાતા આવા દેશદ્રોહીઓને મોકળુ મેદાન મળી રહે તે એક સ્વાભાવિક બાબત છે.દરિયાઇ સંવેદનશીલ વિસ્તારમાં નાપાક પાકિસ્તાનની હરકતોને અટકાવવા તંત્રએ તાત્કાલીક દરિયાઇ પેટ્રોલીંગ શરૂ કરાવવું જોઇએ. દિવાળી ટાણે જ દરિયો રેઢુ પડ થઇ જતાં દરિયાઇ સુરક્ષા સામે ઉભા થયેલા અનેક સવાલો ઉકેલવા જરૂરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2BxVTEE
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here