કાર્યવાહી કરી અનેક કેમ્પોને નષ્ટ કરી નાખ્યા હતા. ત્યારે સુચીત કાર્યવાહીના બીજા જ દિવસે હરામીનાળા પાસેથી 1 બોટ અને 2 પાકિસ્તાની ઘુસણખોર ઝડપાવવાની ઘટનાને ગંભીરતાથી લઇ સુરક્ષા અેજન્સીઅો વધુ અેલર્ટ થઇ ગઇ છે.
પ્રાથમિક તપાસમાં અા બોટમાંથી માછીમારી કરવા માટેના સાધનો સિવાય કંઇ શંકાસ્પદ વસ્તુ મળવા પામી નથી . ઝડપાયેલા શખસો માછીમારોજ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યું છેે. પકડાયેલ શખસો પાકિસ્તાનના સિંધ પ્રાંતના થતા જિલ્લાના વતની હોવાનું અને તેમના નામ હમજા અને અહેમદ હોવાનું જાણવા મળ્યું છે. અામ છતાં બીઅેસઅેફના જવાનોઅે સમગ્ર ક્રીક વિસ્તારમાં સઘન સર્ચ અોપરેશનનો ધમધમાટ મોડી રાત્રી સુધી જારી રાખ્યો હતો. અત્યાર સુધી બિનવારસુ બોટ મહતમ પકડાતી હોવાથી બીઅેસઅેફને માટે તે અેક કોયડો બની રહેતી હતી
હે્: અોકટોબરમાં પાક.બોટ ઝડપાવવાની ત્રીજી ઘટના
અોકટોબર માસમાં કચ્છની દરિયાઇ સરહદેથી પાકિસ્તાની બોટ પકડાવવાની અા ત્રીજી ઘટના છે. અા પૂર્વે 5 અોકટોબરે 2 અને 12 અોકટોબરે 5 બિનવારસુ બોટ ઝડપાઇ ચુકી છે. અા વખતે બોટ સાથે 2 ઘુસણખોર પકડાયા છે. તો સાડા નવ માસના સમયમાં અત્યાર સુધી 15 બોટ પકડાઇ છે જેમાંથી 11 બોટ બિનવારસુ મળી છે.
હે: પકડાયેલા ઘુસણખોરોની ઝીણવટભરી પુછતાછ કરાશે
બોટ સાથે પકડાયેલા 2 પાકિસ્તાની ઘુસણખોરોને પહેેલા દયાપર અને પછી ભુજ ના જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરના હવાલે કરાશે. અહી તમામ સુરક્ષા અેજન્સીઅો ઘુસણખોરોની ઝીણવટભરી પુછતાછ કરશે. ખાસ કરીને તેઅોઅે કયાંથી કઇ રીતે ઘુસણખોરી કરી તેના પાછળનો ઇરાદો શું તેની તલસ્પર્શી માહિતી મેળવવાનો પ્રયાસ કરશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35T8yQh
via IFTTT
No comments:
Post a Comment