નવી દિલ્હી: ભારતીય ઔદ્યોગિક સંસ્થાન (આઇઆઇટી) અભ્યાસની સાથે-સાથે હવે વિદ્યાર્થીઓના સંપૂર્ણ વિકાસ પર પણ ધ્યાન આપશે જેથી પ્લેસમેન્ટ દરમિયાન કોઇ પણ મલ્ટિનેશનલ કંપની તેમને શિસ્ત, વાતચીત કરવાની રીત, ભાષા જેવા આધાર પર રિજેક્ટ ન કરી શકે. તેના માટે બી.ટેક. થર્ડ યરથી જ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ અપાશે. પ્લેસમેન્ટ જ નહીં, ઇન્ટર્નશિપ પહેલાં પણ તેમની પર્સનાલિટી ગ્રૂમિંગ કરાશે.
આઇઆઇટીની પ્રથમ સ્ટુડન્ટ ટ્રેનિંગ પોલિસી 2019-20માં શરૂ થશે
વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ, ભાષા, વસ્ત્રો પહેરવાથી લઇ પાર્ટી અને બિઝનેસ મીટિંગના નિયમોથી વાકેફ કરાવાશે. આ આઇઆઇટીની નવી પ્લેસમેન્ટ પોલિસીનો એક ભાગ છે. આ જવાબદારી સંસ્થાનના ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ યુનિટને સોંપવામાં આવી છે. હાલમાં આઇઆઇટી માત્ર સીવી તૈયાર કરવામાં મદદ કરે છે. જ્યારે સિનિયર્સ અન્ય વિદ્યાર્થીને થોડી-ઘણી પ્લેસમેન્ટ અંગેની માહિતી આપે છે. હવે નવી કવાયત થવા જઇ રહી છે. આઇઆઇટીની પ્રથમ સ્ટુડન્ટ ટ્રેનિંગ પોલિસી 2019-20માં શરૂ થશે. તેમાં ડ્રેસકોડ, હાજરી, નિયમોના ઉલ્લંઘન પર દંડ લગાવવાથી લઇ પ્રતિબંધ લગાવવાનું પણ સામેલ છે. ત્રીજા વર્ષના વિદ્યાર્થીને ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સેલમાં રજિસ્ટર કરવાનું રહેશે.
વિદ્યાર્થીઓમાં બિઝનેસ મીટિંગના નિયમોની માહિતીનો અભાવ
ઘણી મલ્ટિનેશનલ કંપનીઓએ આઇઆઇટી સહિત મોટી શિક્ષણ સંસ્થાઓને વિદ્યાર્થીઓની ખામીઓ અંગે ફરિયાદ કરી હતી. કંપનીઓનું કહેવું હતું કે આઇઆઇટી જેવી મોટી સંસ્થાઓ બી.ટેક. ડિગ્રી અને નોલેજના કારણે વિદ્યાર્થીઓને લાખોનું પેકેજ મળી જાય છે, પરંતુ તેમનામાં શિસ્ત, ભારતીય સંસ્કૃતિ, વાતચીતની રીત અને બિઝનેસ મીટિંગના નિયમોની માહિતીનો અભાવ હોય છે. આઇઆઇટી રુરકીના ડાયરેક્ટર અજિતકુમાર ચતુર્વેદીએ જણાવ્યું કે આ પ્રકારની સમસ્યા કેટલાક વિદ્યાર્થીઓને થાય છે. તેથી અમે સતત તેમના પ્લેસમેન્ટ, ઇન્ટરવ્યૂ અને પર્સનાલિટી સ્કિલ્સમાં સુધારો કરીએ છીએ. વિજ્ઞાન અને ગણિતની પૃષ્ઠભૂમિથી આવનારા વિદ્યાર્થીઓને અંગ્રેજી બોલવામાં વધુ મુશ્કેલી પડે છે. તેથી તેમની વાતચીતની રીત સુધારવામાં ધ્યાન આપીએ છીએ.
ટ્રેનિંગ પોલિસી
- વિદ્યાર્થીઓની હાજરી 80%થી વધુ હોવી જોઇએ.
- વિદ્યાર્થી સીધા કંપનીને સંપર્ક કરશે નહીં.
- ઓછામાં ઓછી બે ઇન્ટર્નશિપ કરવી જરૂરી રહેશે.
- ઇન્ટર્નશિપ કે પ્રોબેશન દરમિયાન તમામ વિદ્યાર્થીનો વ્યવહાર ચકાસાશે.
- શિસ્ત ઉલ્લંઘન મામલે કાર્યવાહી પણ થશે.
- વિદ્યાર્થી એક સમયમાં એક જ કંપની પાસેથી ઓફર લેટર લઇ શકશે. એક સાથે બે નહીં.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2py66hx
via IFTTT
No comments:
Post a Comment