રિપોર્ટની બે ખાસ વાત: પાકિસ્તાનમાં આતંકીઓને ટેરર ફાઈનાન્સ
પાક.ની નિયંત્રણકારી સંસ્થાઓને ઓછી જાણકારી
પાકિસ્તાન મની લોન્ડરિંગ અને ટેરર ફાઈનાન્સિંગમાં પોતાને મધ્યમ જોખમમાં મૂકે છે. આ વાત સાથે એપીજી સંમત નથી. તેમનું એમ પણ માનવું છે કે, પાકિસ્તાનના સ્ટેટ બેંક અને સિક્યોરિટીઝ એન્ડ કમિશન એક્સચેન્જને મની લોન્ડરિંગ અને ટેરર ફાઈનાન્સની માહિતી ઘણી ઓછી છે.
ભાસ્કર નોલેજ
હવે પછીની વાત
એફએટીએફ વડા ચીનના લિયુ છે, એટલે ફરી પાક. બચી શકે
પાકિસ્તાનને એફએટીએફ બ્લેક લિસ્ટ કરશે એવી શક્યતા ઘણી ઓછી છે. આ વખતે એફએટીએફ વડા ચીનના બેંકર શિંજામિન લિયુ છે. એટલે પાકિસ્તાન માટે રાહતની સ્થિતિ છે. હાલમાં જ તૂર્કી અને મલેશિયા કાશ્મીર પર પાકિસ્તાન સાથે ખૂલીને સામે આવ્યા છે. એફએટીએફના મામલામાં પાકિસ્તાનને આ બંને દેશની પણ મદદ મળી શકે છે. જૂન 2018માં પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં મૂકાયું ત્યારે પણ ચીન અને તૂર્કીએ જ તેને બ્લેક લિસ્ટમાં જતું બચાવ્યું હતું.
શ્રીલંકા, સીરિયા, યમન સહિત 6 દેશ હજુ ગ્રે લિસ્ટમાં છે
શું છે એફએટીએફ?
38 સભ્ય દેશ છે, 18 વર્ષ પહેલાં આતંકવાદ વિષય પણ ઉમેરાયો
એફએટીએફ વૈશ્વિક સંસ્થા છે, જેની સ્થાપના જી-7 દેશોની પહેલથી 1989માં થઈ હતી. તેનું વડું મથક પેરિસમાં છે. તે દુનિયાભરમાં થતા મની લોન્ડરિંગ સામે લડવા નીતિઓ ઘડે છે. 2001માં તેણે પોતાની નીતિઓમાં આતંકવાદ માટે અપાતા ભંડોળને પણ સામેલ કર્યું હતું. આ સંસ્થાના ભારત, અમેરિકા, રશિયા, બ્રિટન અને ચીન સહિત 38 સભ્ય છે. આતંકીઓને ભંડોળ આપવા બદલ પાકિસ્તાન નિશાને છે. આ સંસ્થાના ગ્રે લિસ્ટમાં સર્બિયા, શ્રીલંકા, સીરિયા, ત્રિનિદાદ, ટ્યૂનિશિયા અને યમન પણ છે.
પાક.માં અનેક સ્રોતોથી ટેરર ફાઈનાન્સનો ખતરો
આ રિપોર્ટ પ્રમાણે, કાયદેસર અને ગેરકાયદે સ્રોતોથી ટેરર ફાઈનાન્સિંગનો પાકિસ્તાનમાં ખતરો છે. અહીં હવાલા-હુંડી તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ પર નિયંત્રણ કરનારા કાયદા નથી અથવા તો નબળા છે. આ જ રીતે સરહદો પણ સંપૂર્ણ રીતે પાર ના કરી શકાય એવી છે, તે પણ એક કારણ છે.
તેનાથી શું થશે?
ગ્રે લિસ્ટમાં આવવાથી દર વર્ષે રૂ. 70 હજાર કરોડનું નુકસાન
પાકિસ્તાન વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, પાકિસ્તાન, તૂર્કી અને અન્ય સહયોગી દેશોના સંપર્કમાં છે. આ પહેલા પાકિસ્તાન વર્ષ 2011માં પણ આવી જ સ્થિતિનો સામનો કરી ચૂક્યું છે. એ વખતે પણ તેને ગ્રે લિસ્ટમાં નાંખવામાં આવ્યું હતું. પછી 2015માં તે આ લિસ્ટમાંથી માંડ બહાર નીકળી શક્યું હતું. આ વખતે પાકિસ્તાને ગ્રે લિસ્ટમાંથી બચવા માટે 37 મતમાંથી ઓછામાં ઓછા 15 મતની જરૂર છે. જો પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં આવી જાય છે તો દર વર્ષે તેણે રૂ. 70 હજાર કરોડનું નુકસાન ઉઠાવવું પડશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2p0cjCD
via IFTTT
No comments:
Post a Comment