હિન્દુ પક્ષકાર કુરાન, બાબરનામા વાંચે છે અને મુસ્લિમો રામચરિત માનસનો અભ્યાસ કરે છે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 7, 2019

હિન્દુ પક્ષકાર કુરાન, બાબરનામા વાંચે છે અને મુસ્લિમો રામચરિત માનસનો અભ્યાસ કરે છે

પ્રમોદકુમાર ત્રિવેદી | નવી દિલ્હી

અયોધ્યા રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદની સુપ્રીમકોર્ટમાં ચાલતી સુનાવણી પર સમગ્ર દેશની નજર છે. સુપ્રીમકોર્ટની બંધારણીય બેન્ચ આ મામલે 6 ઓગસ્ટથી સતત સુનાવણી કરી રહી છે. ભાસ્કરે આ મામલે કોર્ટની કાર્યવાહીથી અલગ પાસાઓને જાણવા માટે પક્ષકારો અને વકીલો સાથે વાતચીત કરી. કોર્ટરૂમની બહાર તેમની સાથે રહીને કેસનો બીજો વણજોયેલો પક્ષ જાણ્યો. એ નોંધ્યું કે ગત 6 ઓગસ્ટથી તેઓ ફક્ત અદાલતી જીવન જ જીવી રહ્યા છે. હિન્દુ પક્ષના વકીલ બાબરનામા-આઈન-એ-અકબરી, કુર્રાનનો અભ્યાસ કરી રહ્યા છે તો મુસ્લિમ પક્ષના વકીલ વાલ્મીકિ રામાયણ અને સ્કંધ પુરાણનો અભ્યાસ કરી રહ્યા છે.

હિન્દુ પક્ષના વરિષ્ઠ વકીલ સી.એલ. વૈદ્યનાથન સવારના 4 વાગ્યા સુધી કેસની તૈયારી કરે છે તો મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન રાત્રિભર નોટ્સ પર કામ કરે છે. ધવન અનેકવાર રાત્રે 2 વાગ્યા સુધી કેસ નોટ્સ વાંચવા અને ઠીક કરવાની શરૂઆત કરે છે. સવારે આઠ વાગ્યા સુધી સીટ પરથી ઊભા પણ થતા નથી. તેના પછી સુપ્રીમકોર્ટ જતા રહે છે. સાંજે આગામી દિવસની તૈયારી શરૂ કરે છે. આ ફક્ત વરિષ્ઠ વકીલોની દિનચર્યા નથી પણ તેમના 50 સહયોગી વકીલોની ખાણી-પીણી પણ ઓફિસમાં જ ચાલી રહી છે. 2 ઓગસ્ટે સુપ્રીમકોર્ટે રોજ સુનાવણીની તારીખ 6 ઓગસ્ટ નક્કી કરી હતી. તેના પછીથી કોર્ટ અને ઓફિસમાં કેસની તૈયારી કરવી તે જ તેમનું જીવન છે.

મુસ્લિમ પક્ષ વતી દલીલ કરનારા વકીલ જિલાનીએ ઓવૈસીના બંગલાને વૉરરૂમ બનાવ્યો

અયોધ્યા કેસમાં જજમેન્ટ જ અનેક પુસ્તકો બરાબર : ધવન

મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન કહે છે કે કેસના ચુકાદા સુધી “નો ઈન્ટરવ્યૂ’. જોકે કોર્ટની કાર્યવાહીથી અલગ દલીલોની તૈયારીઓ અંગે કહે છે કે સાધારણ કેસમાં 200 પુસ્તકો વાંચે છે પછી આ મામલે તો જજમેન્ટ જ અનેક પુસ્તકો બરાબર છે. આવા જ હાલ હિન્દુ પક્ષના વકીલ હરિશંકર જણાવે છે કે મુસ્લિમ ધર્મને સમજવા માટે સૌથી વધુ પુસ્તકો વાંચવા પડ્યાં.

હિન્દુ પક્ષના વકીલ રોજ સરેરાશ 2 કલાક જ ઊંઘી શકે છે

હિન્દુ પક્ષના વકીલ કે.પરાશરન, સી.એસ. વૈદ્યનાથન, રંજિતકુમાર, પી.એન. મિશ્રા અને હરિશંકર જૈન છે. તેમના સહયોગી કહે છે કે જો 37 દિવસ સુનાવણીની વાત કરીએ તો અમે દિવસમાં બે કલાકથી વધુ આરામ નથી કરી શક્યા. શનિવાર-રવિવારે 4-4 કલાક ઊંઘી શકીએ છીએ. રોજ સુનાવણીને લીધે કેસ પર રિસર્ચ અને ધર્મ અંગે કરાયેલી દલીલોને ક્રોસચેક કરવી પડે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/35dVDYZ
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here