2 બાળકોની માતા નિયાને ગોલ્ડ, વર્લ્ડ રેકોર્ડ હોલ્ડરને હરાવી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 7, 2019

2 બાળકોની માતા નિયાને ગોલ્ડ, વર્લ્ડ રેકોર્ડ હોલ્ડરને હરાવી

વર્લ્ડ એથ્લેટિક્સ: નિયાએ 100 મીટર હર્ડલ્સમાં ગોલ્ડ જીત્યો

અમેરિકા 14 ગોલ્ડ સાથે નંબર-1 પર રહ્યું, ભારતને એક પણ મેડલ ના મળ્યો

એજન્સી | દોહા

અમેરિકાની નિયા અલીએ 100 મીટર હર્ડલ્સમાં ગોલ્ડ જીત્યો. વર્લ્ડ ચેમ્પિયનશિપના અંતિમ દિવસે 2 બાળકોની માતા નિયા અલીએ 12.34 સેકન્ડનો સમય લઈ પ્રથમ સ્થાન મેળવ્યું. તેણે વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર અમેરિકાની જ કેન્ડ્રા હેરિસન (12.46)ને હરાવી. હેરિસને 2016માં લંડન એન્યુઅલ ગેમ્સમાં 12.20 સેકન્ડનો સમય લઈ વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. અમેરિકાએ ચેમ્પિયનશિપમાં 14 ગોલ્ડ, 11 સિલ્વર અને 4 બ્રોેન્ઝ સહિત કુલ 29 મેડલ જીત્યા અને ટોપ પર રહ્યું. અમેરિકાએ આ અગાઉ 2005 અને 2007માં પણ એક ચેમ્પિયનશિપમાં સૌથી વધુ 14 ગોલ્ડ જીત્યા હતા.

દીકરાના જન્મ બાદ નિયાએ પ્રથમ મેડલ ઓલિમ્પિકમાં જીત્યો હતો: નિયાનો એક 4 વર્ષનો દીકરો ટિટુસ અને 16 મહિનાની દીકરી યુરી છે. નિયાએ દીકરાના જન્મ બાદ 2016 ઓલિમ્પિકમાં સિલ્વર જીત્યો હતો. તે પછી નિયાએ દીકરીના જન્મ બાદ હવે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પ્રથમ મેડલ જીત્યો. તેણે કહ્યું કે,‘છેલ્લા 1 વર્ષથી સારા પ્રદર્શન માટે મહેનત કરતી હતી, જેમાં સફળતા મળી.’

એલિસન ફેલિક્સે રેકોર્ડ 13મો ગોલ્ડ મેડલ જીત્યા

છેલ્લા દિવસે 4x400 મીટર મહિલા રિલે અને પુરુષ રિલેના ગોલ્ડ અમેરિકાએ જીત્યા. એલિસન ફેલિક્સ મહિલાઓના ફાઈનલ રાઉન્ડમાં ઉતરી નહીં. પરંતુ હિટમાં ઉતરવાના કારણે તેને પણ ગોલ્ડ મળ્યો. ફેલિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 13 ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી છે. ઉસેન બોલ્ટ 11 ગોલ્ડ સાથે બીજા નંબેર છે. રિલે ટીમમાં ડાલિલાહ મોહમ્મદ પણ હતી. આ તેનો બીજો ગોલ્ડ છે. આ અગાઉ તેણે 400 મીટર હર્ડલ્સમાં વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો હતો.

ભારતને 2 ઓલિમ્પિક ક્વૉટા મળ્યા, મેડલ એક પણ નહીં

ભારતીય એથ્લેટિક્સ ટીમ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ફરીવાર એક પણ મેચ ના જીતી શકી. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતે અત્યાર સુધી માત્ર એક મેડલ જીત્યો છે. 2003માં લોન્ગ જમ્પમાં અંજુ બોબી જ્યોર્જે બ્રોન્ઝ જીત્યો હતો. આ વખતે ભારતના 26 ખેલાડી ઉતર્યા હતા. જેવલિન થ્રોના ફાઈનલ રાઉન્ડ સુધી પહોંચનાર અન્નુ રાની મેડલ જીતી શકી નહોતી. સ્ટીપલચેસમાં અવિનાશ સાબલે અને 4x400 મીટર મિક્સડ ટીમે ઓલિમ્પિક ક્વૉટા મેળવ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - mother of 2 children defeated nia gold world record holder 062509


from Divya Bhaskar https://ift.tt/2VmwAhJ
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here