
કુકરમુન્ડા તાલુકાના ફૂલવાડી આશ્રમમાં ધોરણ 6માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની રાધિકાબહેન જયંતીલાલ વસાવે (12) (રહે, જોડવાણ, તા. ઉમરપાડા, જી.તાપી) તેણી કુકરમુંડા તાલુકાના ફૂલવાડી આશ્રમ શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરતી હતી. ગત તારીખ 05/10/2019ના રોજ આશ્રમ શાળાના કોમ્પાઉન્ડમાં આવેલ કન્યા છાત્રાલયના ઓરડામાં ઊંઘતી હતી. તે દરમિયાન રાતના કોઈ ઝેરી સાપે તેણીના જમણા હાથના છેલ્લી આંગળી ઉપર ડંખ મારવાથી કે કોઈ અગમ્ય કારણોસર મોત નીપજ્યું હોવાની ફરિયાદ નિઝર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.
1962માં સ્થપાયેલી ફૂલવાડી આશ્રમ શાળામાં ધોરણ 5થી ધોરણ 10 સુધી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાના ઓરડા જર્જરિત થવાની સાથે કોમ્પાઉંડ વોલનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. દીવાલો એટલી જર્જરિત છે કે કોઈ પણ સમયે તૂટી પડે એવી છે. ચારે બાજુ ખેતરો હોવાથી અહિ ઝેરી સાપો અને દીપડા જેવા ખૂંખાર જાનવરો પણ આશ્રમ શાળામાં ઘુસી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/339q9kU
via
IFTTT
No comments:
Post a Comment