આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ એક પ્રાથમિક શાળામાં છેલ્લા ચારેક વર્ષથી આદિવાસી બાળકોમાં શિક્ષણ અને સંસ્કારોનું સિંચન કરવાના બદલે શાળાનો મુખ્ય શિક્ષક અને શિક્ષિકા પ્રણયફાગ ખેલવામાં વ્યસ્ત રહેતા હતા. આ પ્રકરણને તત્કાલિન પ્રાથમિક શિક્ષણાધિકારી છાવરતા હતા પરંતુ ગામલોકોએ બાળકોનું હિત જોતા શાળાએ જઈ હોબાળો મચાવતા શિક્ષણ તંત્ર દોડતુ થયું હતું.
વઘઈ તાલુકાની એક શાળાના બાળકોના શિક્ષણ સાથે ચેડાં કરનાર શાળાનો મુખ્ય શિક્ષક તુલા રાશિનો અને શિક્ષિકા સિંહ રાશિની છે. આ બંને પ્રણયફાગ થકી ચાર વર્ષથી ગામના બાળકોનું શિક્ષણ ખાડે ગયું છે, જેની ખબર પડતા જ ઈનચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.સી. ભુસારાએ ટીપીઓ દ્વારા પ્રથમ તપાસ હાથ ધરાવી હતી. જેમાં શિક્ષક અને શિક્ષિકાના અંગત પળોનો વિડિયો ક્લીપ અને ફોટા જાહેર થયો હોવાની ખબર પડી હતી ત્યારબાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસ કરતા માલુમ પડ્યું હતું કે બંનેના અંગત પળોની વાંધાજનક તસવીરો અને વિડિયો મુખ્ય શિક્ષકે જ બનાવ્યો હતો.
આ અંગે ડીપીઈઓએ તત્કાળ અસરથી આ મુખ્ય શિક્ષક અને શિક્ષિકાની અલગ અલગ જગ્યાએ બદલી કરી નાંખી છે. આ સમગ્ર બાબતની તપાસ કરી આ વિસ્તારના આદિવાસી બાળકોનું શિક્ષણ સુધરે તેવા પ્રયાસો થાય તે જરૂરી બન્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2olVVwc
via IFTTT
No comments:
Post a Comment