લક્કીનાલા પાસે 24 કલાકમાં 10 કરોડના ડ્રગ્સનો જથ્થો ઝબ્બે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 7, 2019

લક્કીનાલા પાસે 24 કલાકમાં 10 કરોડના ડ્રગ્સનો જથ્થો ઝબ્બે


સિરક્રીક પાસે 2 પાકિસ્તાની બોટ બિનવારસુ હાલતમાં મળ્યાના ગણતરીના દિવસોમાં જ કચ્છની દરિયાઇ સરહદમાં અાવેલ લક્કીનાલા પાસેથી 10 કરોડની કિમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. રવિવારે સાંજ પછી સોમવારે સવારના સમયે બોર્ડર સિકયોરીટી ફોર્સની 108 બટાલિયનના જવાનોને વધુ અેક હેરોઇનનું પેકેટ મળી અાવ્યું હતું.

સતાવાર સુત્રો પાસેથી જાણવા મળેલી વિગત અનુસાર બિનવારસુ બોટ મળ્યા બાદ બીઅેસઅેફની પેટ્રોલીંગ પાર્ટીઅે ઘુસણખોરોને ઝડપવા સર્ચ અોપરેશન શરૂ કર્યું હતું. જોકે અા સર્ચ અોપરેશનમાં અણધારી સફળતા મળવા પામી હોય તેમ ડ્રગ્સના 2 પેકેટ કે જેની અાંતરરાષ્ટ્રિય બજાર કિમત 10 કરોડ જેટલી થવા જાય છે તે જથ્થો પકડી પાડયો છે.

મે માસમાં પાકિસ્તાનથી અાવેલ અલમદીના બોટમાંથી ડ્રગ્સનો મોટું કન્સાઇનમેન્ટ પકડી પાડયા પછી પકડાયેલા શખસોઅે 136 પેકેટ દરિયામાં ફેંકી દીધાની કબુલાત કર્યા બાદ સઘન શોધખોળ દરમિયાન જુલાઇ માસ સુધી 15 પેકેટ મળ્યા હતા. રવિવાર અને સોમવારે લક્કી નાલા પાસે વધુ 2 પેકેટ મળતાં અા અાંકડો 16 પર પહોંચ્યો છે. સોમવારે જે ડ્રગ્સનું પેકેટ મળ્યું છે તેના પર ન્યુ ઇંગ્લેન્ડ કોફી નામનું લખાણ લખેલું છે.

સર્ચ અોપરેશન હજુ જારી હોતાં વધુ પેકેટ મળવાની સંભાવના નકારાતી નથી. મંગળવારના ડીઅારઅાઇની અેક ટીમ પણ તપાસમાં સાથે જોડાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - lakinala has 100 million drug overdoses in 24 hours 062521


from Divya Bhaskar https://ift.tt/2AQiOKZ
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here