અર્થતંત્રને હોમિયોપથીની નહીં સર્જરીની જરૂર - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 7, 2019

અર્થતંત્રને હોમિયોપથીની નહીં સર્જરીની જરૂર

એક એવી અભિવ્યક્તિ નથી, જેનાથી આપણો રાજકીય વર્ગ સામાન્ય રીતે ઉપયોગ કરવા માંગે છે. પરંતુ ભારતીય ઉદ્યોગસાહસિકોની ભાવનાઓ અને મૂળ પ્રવૃત્તિને જગાવવા હવે દરેક જગ્યાએ આ જ વાત થઈ રહી છે. ડૉ. મનમોહન સિંહ અને તેમના પછી જસવંત સિંહ (વાજપેયી સરકારના કાળમાં નાણા મંત્રી તરીકે) નેતા હતા, જેમને આપણે કોર્પોરેટ ભારતની આ પ્રવૃત્તિ જગાવવા માટે યાદ કરી શકીએ છીએ. મોદી સરકારે પણ તેની મોડા મોડા શરૂઆત કરવાની કોશિષ કરી છે, પરંતુ પોતાની રીતે.

સ્વતંત્રતા દિવસના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ‘સંપત્તિનું સર્જન કરનારા લોકો’ની થોડી વાત કરીને તેમના સુધી પહોંચવાની કોશિષ કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમારી સરકાર સંપત્તિના સર્જકોનું સન્માન કરે છે અને સ્વીકારે છે કે, આ લોકો રાષ્ટ્રનિર્માણમાં મહત્ત્વનું યોગદાન આપે છે. ત્યાર પછી અનેક સુધારાવાદી નિર્ણયો લેવાયા. કોર્પોરેટ ટેક્સમાં ભારે ભરખમ ઘટાડો, કેપિટલ ગેઈન ટેક્સમાં પરિવર્તન અને સીએસઆરના બે ટકા ધનનો યોગ્ય ઉપયોગ નહીં કરવાને ગુનાઈત ઠેરવવાના નિર્ણયને બદલવો- એ ત્રણ મહત્ત્વના મુદ્દા સામેલ છે. એ જ રીતે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના

કેપિટલ ગેઈન્સ પર લાગેલો ટેક્સ પણ પાછો લઈ લેવાયો.

સરકારમાં કોઈ તેને સ્વીકારશે નહીં, પરંતુ કંઈક તો એવું છે જે વડાપ્રધાનની જબરદસ્ત લોકપ્રિયતા અને સરકારને મળેલી ભારે બહુમતીથી પણ તે નિયંત્રિત નથી થઈ શકતું. તે બજાર છે. આ પ્રકારની તાકાતથી સરકાર ન્યાયતંત્ર, મીડિયા, ચૂંટણી પંચ અને કદાચ પાકિસ્તાન સાથે પણ બાથ ભીડી શકે, પરંતુ બજાર સાથે નહીં. છેલ્લા અનેક અઠવાડિયાથી નાણા મંત્રી નિર્મલા સીતારામન બિઝનેસ સમુદાય સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે અનેક પ્રેસ કોન્ફરન્સ કરીને બજેટની અનેક ગંભીર મુશ્કેલીઓ ખતમ કરી દીધી છે. તેનાથી કંઈક તો સુધારો થયો, પરંતુ તેનાથી કંઈ ખાસ ઉત્સાહનો સંચાર ના થયો. ત્યાં સુધી કે વિશ્વ આર્થિક મંચની ઈન્ડિયા ઈકોનોમિક સમિટમાં પણ બિઝનેસ જગતે કોઈ ઉત્સાહ ના બતાવ્યો. તો પછી ઉદ્યોગસાહસિકતાની ભાવના અને પ્રવૃત્તિનું શું? તે દેખાઈ તો રહી છે, પરંતુ એવી નહીં, જેવી તમને આશાહ તી. હું તેને એક હતોત્સાહી સેના જેવી કહી શકું છું. તમે કોઈને સારામાં સારું હથિયાર આપી શકો છો, પરંતુ જો જનરલે પહેલા જ માનસિક રીતે હાર માની લીધી હોય તો યુદ્ધ જીતવું તો દૂર તે પોતાની સેનાને પ્રેરિત પણ ના કરી શકે.

ઉત્સાહ નહીં હોવાથી જ સરકાર દર અઠવાડિયે જે પગલાં લઈ રહી છે તે બેકાર સાબિત થઈ રહ્યા છે. સરકાર દ્વારા રૂ. 1.45 લાખ કરોડની કોર્પોરેટ ટેક્સ છૂટની અસર ફક્ત બે દિવસ રહી. ત્યાર પછી માર્કેટ અસલિયત પર આવી ગયું. 24 સપ્ટેમ્બર પછી બીએસઈમાં કંપનીઓ વધુ રૂ. 2.53 કરોડ ગુમાવી ચૂકી છે. બાકી સુધારાની અસર પણ લાપતા થઈ ગઈ છે. દુનિયાભરમાં બજારોની હાલત બહુ સારી નથી, પરંતુ તમારે માનવું પડશે કે, બજાર સત્તાને અરીસો બતાવતા ડરતું નથી. તેઓ મીડિયા અને કેટલીક હદ સુધી ન્યાયતંત્ર જેવા ખોખલા થઈ ગયેલા તંત્રની જેમ મોદી સરકારને ખરાબ સમાચાર આપતા ખચકાતા નથી.

છેલ્લા ત્રિમાસિક ગાળાનો વિકાસ દર પાંચ ટકા રહેવો એક ઝટકો છે. જ્યાં સુધી કોઈ મોટું પગલું નથી ભરાતું, તેમાં ઝડપી સુધારાની કોઈ આશા પણ નથી હોતી. તે શું હોઈ શકે છે, એ હાલ કોઈ નથી જાણતું. જો એવું થઈ શકે છે તો રિઝર્વ બેંકે ચાલુ વર્ષના વિકાસ દરના અનુમાનને 6.9 ટકાથી ઘટાડીને 6.1 ટકા ના કર્યો હોત! આજનું ઉદ્યોગજગત ફક્ત લાભ કે ટેક્સમાં ઘટાડાથી સંચાલિત નથી, પરંતુ તે ભવિષ્યની આશા પર ચાલે છે. બિઝનેસને જ્યારે ધૂંધળુ ભવિષ્ય નજરે પડે છે ત્યારે તે પોતાની તમામ આવક અને તાજા ટેક્સ ઘટાડા જેવા ઉપાયોથી થનારી આવકને બચાવીને ખરાબ સમય માટે રાખી લે છે. તેઓ ત્યારે જ રોકાણ કરે છે કે જોખમ ઉઠાવે છે, જ્યારે તેમને આશા ‌વધુ હોય છે.

સીએમઆઈઈ ડેટા પ્રમાણે, કંપનીઓનો મૂડીગત ખર્ચ તમને સમગ્ર કહાની બતાવી દેશે. ડિસેમ્બર 2018ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં તે રૂ. 3.03 લાખ કરોડ હતો, જે માર્ચ 2019માં રૂ. 2.66 લાખ કરોડ અને ત્યાર પછીના ત્રિમાસિક ગાળામાં ક્રમશ: રૂ. 84 હજાર કરોડ અને રૂ. 99 હજાર કરોડ પર આવી ગયું. આ ડેટા પ્રમાણે હાલના ત્રિમાસિક ગાળામાં કંપનીઓનું વેચાણ પણ એક ટકા નેગેટિવ રહ્યું. અગાઉ આવું 2008માં લેહમેન આર્થિક સંકટ સમયે થયું હતું. આ આંકડાને કોઈ પણ રીતે જુઓ તો નિષ્કર્ષ એક જ રહેશે. તમામ આર્થિક સંકેતો નકારાત્મક છે અને આવું ઘણાં સમયથી છે. કેટલાક લોકો વૈશ્વિક માહોલને જવાબદાર ઠેરવી શકે છે, પરંતુ તે બહુ નાનો હિસ્સો છે. મુશ્કેલીનું મૂળ આ જ છે. જ્યારે મુકેશ અંબાણી જેવા ઉદ્યોગપતિ સહિત તમામ બિઝનેસમેન જોખમ ઘટાડી રહ્યા છે, દેવું ચૂકવી રહ્યા છે અને રાહત જોઈ રહ્યા છે તો બાકીના લોકો પાસે રોકાણની આશા રાખવી યોગ્ય નથી. જો તમે દેશના સૌથી યોગ્ય બિઝનેસ લીડર્સને પૂછશો તો તેઓ કાનાફૂસીમાં પણ તમને કહેશે કે 1991 પછી આટલી નિરાશા ક્યારેય નહોતી. આ માટે ફક્ત ટેક્સ અધિકારીઓના દરોડા અને ધરપકડ કરવા સહિતના અખૂટ અધિકારો જ જવાબદાર નથી, પરંતુ ફસાયેલા દેવાનો પ્રશ્ન ઉકેલવાની પદ્ધતિ પણ એક કારણ છે. જો સામાન્ય ઉધાર લેનારાથી લઈને ગંભીર ઉદ્યોગસાહસિક સુધી તમામ હકીકતમાં ખરાબ વેપારી ચક્રના શિકાર છે અને લોન ચોરી નહીં કરનારાને પણ એટલી જ શંકાથી જોવાઈ રહ્યા છે, તો ઉદ્યોગસાહસિકોને લોન લેવા અને બેંકરોને લોન આપવાનું પ્રોત્સાહન ક્યાંથી મળશે.

એક અગ્રણી અને જાણીતા બિઝનેસમેને મનેક હ્યું કે, જોખમ તો દરેક બિઝનેસમાં હોય છે, પંરતુ જો ઉધાર ચૂકવવામાં 30 દિવસ મોડું થાય તો બેંક મારું નામ ડિફોલ્ટરોની યાદીમાં સામેલ કરી દેશે અને દેવાળિયાની પ્રક્રિયા માટે મારી સામે રાષ્ટ્રીય કંપની લૉ હેઠળ કાર્યવાહી કરાશે તો આવું જોખમ હું કેમ લઉં? તેમના કહેવા પ્રમાણે, આરબીઆઈના તાજા નિયમને આધીન દેવાળિયા પ્રક્રિયા દેશની ઉદ્યોગસાહસિકતાના અંતિમ સંસ્કાર સમાન છે. અર્થતંત્રનું સંકટ હવે કરવેરાનો ઘટાડો, પ્રોત્સાહન અને વચનોથી આગળ નીકળી ચૂક્યું છે. અર્થતંત્રને હવે વાસ્તવિક અને સાહસિક સુધારાની જરૂર છે. તેની શરૂઆત સરકારી કંપનીઓના વાસ્તવિક ખાનગીકરણથી થઈ શકે છે. જો મોદી સરકાર કાર્યકાળના છઠ્ઠા વર્ષે પણ આવું નથી કરતી તો તેના કરિશ્મા પર કોણ વિશ્વાસ કરશે. એવું મનાશે કે, સુધરાાની વાતો ચૂંટણી જીતવાનો જુમલો છે, નહીં કે જરૂરી લક્ષ્ય.

અા

શેખર ગુપ્તા

એડિટર ઈન ચીફ, ‘ધ પ્રિન્ટ’

Twitter@ShekharGupta

સંદર્ભ... સાહસિક સુધારાથી જ દૂર થશે આર્થિક સંકટ, સરકાર આવું નહીં કરે તો તેનો પ્રભાવ ગુમાવી દેવાનું જોખમ છે



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - the economy needs surgery not for homeopathy 062528


from Divya Bhaskar https://ift.tt/35eFOBo
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here