પાણીએ રાજકીય સિસ્ટમને પાણી-પાણી કરી દીધી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 7, 2019

પાણીએ રાજકીય સિસ્ટમને પાણી-પાણી કરી દીધી

રસાદના પાણીએ આ વખતે પટણા (બિહાર)માં જે રૌદ્ર સ્વરૂપ બતાવ્યું તે ઘટના કુદરતી આફતનો ઇતિહાસ બની ગઇ. ચાર નદીઓથી ઘેરાયેલા પટણામાં વરસાદથી માત્ર પૂર જ ના આવ્યું, પણ પાણીના ભરાવાને કારણે અડધું શહેર જાણે પાણીમાં તરવા લાગ્યું. એવા અહેવાલ પણ હતા કે વરસાદ રોકાયાના 6 દિવસ સુધી શહેરના મુખ્ય માર્ગો પર હોડીઓ ચાલી રહી હતી.

વરસાદથી સર્જાયેલા જળ-કર્ફ્યૂની સ્થિતિ એવી હતી કે હજારો પરિવાર ઘરમાં કેદ થઇ ગયા હતા. તંત્ર, સરકાર, વિપક્ષ રાજકીય નિવેદનબાજી સાથે મદદમાં ઉતર્યા. લોકો પૂછતા રહ્યા કે આ જળપ્રલય માટે કોણ જવાદાર અને કોણ દોષિત છે? પણ તેઓ પીડિતોની વહારે ન આવ્યા. કાશ, તેમણે કેડ સમા પાણીમાં ઘેરાયેલા પરિવારને બચાવવા માટે મહેનત કરી હોત. પણ નિવેદનોથી તેઓ પોતાનો અને પાર્ટીનો બચાવ કરતા રહ્યા કે અમારી ભૂલ નથી. બિહારમાં પૂર એક રુટિન સબ્જેક્ટ છે. દર વર્ષે તેનો સામનો કરવો પડે છે. પરંતુ પાણીના ભરાવાની સ્થિતિમાં પહેલી વખત સરકાર ઘેરાઇ તો તે પણ પાણી-પાણી થઇ ગઇ અને વિપક્ષ પાણી પી-પીને સરકારને ભાંડવા લાગ્યો.

ઘરોમાં ભરાઇ ગયેલા કેટલાક મંત્રીઓને એનડીઆરએફની ટીમોએ રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા. જે મંત્રીઓને પાણીથી ઘેરાયેલા પરિવારોની મદદે આગળ આવવાનું હતું, તેઓ પોતે જ પોતાનાં બાળકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

પટણાની આ ‘જળ-ક્રાંતિ’ બીજા રાજ્યો માટે પાઠ છે. પાણી ભરાવાની આ સ્થિતિમાં પાસે જે વહેતી ચાર નદીઓ ગંગા, પુનપુન, સોન અને ગંડકે પોતાની સીમા તોડી નહીં, નહીંતર સ્થિતિ શું હોત તેની કલ્પના માત્રથી પટણાવાસીઓનો આત્મા કંપે છે. પટણાનો આ જળપ્રલય પ્રકૃતિ સાથે ચેડાં કરનારાને પ્રકૃતિનો જવાબ છે. જેણે શીખવાડી દીધું કે જળપ્રવાહના માર્ગે આવનારાને કેવા પરિણામ ભોગવવા પડે છે. વરસાદ રોકાઇ ગયાના 10મા દિવસે પણ પટણાના પાણીથી ભરાયેલા વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય નથી.

વરસાદ કાંઇ સરકારની ભૂલથી થયો નથી. પરંતુ સરકાર પાણીથી બચાવવાના બદલે રાજકીય બચાવમાં ઘેરાયેલી દેખાઇ. આ પાણી છે- નિવેદન પણ નેતાઓને વહેતા રોકી ન શક્યા. આ આફતમાં આશરે 50,000 કાર પાર્કિંગ સ્થળે ઊભા-ઊભા જ ડૂબી ગઇ. તો વરસાદ રોકાયા પછી શેરીઓ કાળા પાણીના નાળામાં ફેરવાઇ ગઇ. હવે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળનું જોખમ છે. આ આફતનું સત્ય તો એ અહેવાલમાં છૂપાયેલું છે કે પટણાની ડ્રેનેજ-સીવરેઝનો નકશો જ કોઇની પાસે નથી.

પાણી ક્યાંથી નીકળશે? તેની કોઇને ખબર જ નથી. આ સ્થિતિ સામાન્ય માણસ માટે સંકેત છે કે સરકારના ભરોસે ન રહેવાય. નેતા ભલે જ આ કુદરતી આફત અંગે રાજકારણ કરે, પરંતુ પાણીમાં ફસાયેલા લોકોએ મર્યાદા ઓળંગી નહીં, તેઓ જેવી પણ મદદ મળતી રહી, તેને જ સ્વીકારતા રહ્યા. તેમને પાણીથી આશા હતી કે આજે નહીં તો કાલે ઉતરી જ જશે. આ આફતથી સરકારે ભવિષ્ય માટે શું શીખ્યું, તેની ખબર નથી, પરંતુ પટણા આ ઘટનાને ભાગ્યે જ ભૂલી શકશે. પાણીની ખૂબી છે સાહેબ, ઝડપથી ચઢે છે અને ઝડપથી ઉતરી પણ જાય છે. પરંતુ સત્ય એ પણ છે કે પાણી એકલું કોઇને સાથે લઇને ઉતરતું નથી.

સુર્ખિયો સે આગે



ઓમ ગૌડ, સ્ટેટ એડિટર

બિહાર અને ઝારખંડ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - water has watered the political system 062532


from Divya Bhaskar https://ift.tt/35bFEe9
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here