રણમાં ખારા પાણીથી ખેતીની નવી ટેકનિક - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 7, 2019

રણમાં ખારા પાણીથી ખેતીની નવી ટેકનિક

માન્ય રીતે ખેતી માટે મીઠું પાણી અને ફળદ્રુપ જમીનની જરૂર હોય છે,પણ બ્રિટનની એક કંપની સીવોટર ગ્રીનહાઉસના વિજ્ઞાનિકોએ રણમાં સમુદ્રના ખારા પાણીથી ખીરા અને ટામેટા જેવા શાકભાજી ઉગાડવાની ટેકનિક વિકસાવી છે. વિજ્ઞાનિકોએ ફળ અને શાકભાજી ઉગાડવા માટે નવી પધ્ધતિ શોધી છે. તેમાં ખારા પાણીની સાથે સૌર ઉર્જાનો પણ ઉપયોગ કર્યો છે.આ કંપનીએ ઓસ્ટ્રેલિયા, અબૂધાબી, સોમાલીલેન્ડ, ઓમાન અને ટેેરાઇફ જેવા વેરાન અને રણ વિસ્તારોમાં આ પરિયોજના શરૂ કરી છે. આ વિસ્તારોમાં અત્યંત ગરમ વાતાવરણ છતાં આ ટેકનિકથી અહીં હજારો કિલો ફળ અને શાકભાજી ઉગાડી શકાઇ છે. આની માટે જાડા કાર્ડબોર્ડથી ખાસ પ્રકારના કૂલિંગ હાઉસ બનાવીને ખતી કરાઇ હતી. સામાન્ય રીતે કાચથી બનેલા ગ્રીન હાઉસનો ઉપયોગ ગાર્ડનને ઠંડુ રાખવા માટે કરાય છે. તે એ પ્રકારે બનાવાયા હતા કે જ્યારે ભીના કાર્ડબોર્ડની પેનલો પર બાહરથી ગરમ હવા લાગે તો બાસ્પિભવનના લીધે અંદરથી તાપમાન ઘટે. આ પેનલોને ભીની કરવા માટે સોલર પંપ લગાવાયા જે ઉપરથી ખારુ પાણી છાંટ્યા કરે છે. આ પાણી કાર્ડબોર્ડની દિવાલોથી થઇને વરાળ બની જાય છે. આ બાસ્પિભવનથી ઠંડક પેદા કરવાની ટેકનિકે રણમાં ખેતી માટે આદર્શ વાતાવરણ ઊભુ કર્યું છે. તેની સાથે સમુદ્રનું ખારુ પાણી વારંવાર કાર્ડબોર્ડની દીવારોથી પસાર થવાના લીધે તેની બાહ્ય દિવાલો પર મીઠુ જામી જાય છે. આ મીઠું કાર્ડબોર્ડને મજબૂત તો બનાવે છે જ, સાથો સાથ મીઠાનો ઉપયોગ વ્યવસાયિક રૂપે પણ કરી શકાય છે. સીવોટર ગ્રીનહાઉસના સંસ્થાપક ચાર્લી પેટન બતાવે છે કે સોમાલીલેન્ડની લગભગ 40 લાખ વસતીનું પેટ ભરવા માટે માત્ર 2000 હેક્ટરમાં એવી ખેતી કરવાની જરૂર છે. સોમાલીલેન્ડમાં પ્રોજેક્ટ પુરો કર્યા બાદ હવે ત્યાં આ ખેતીથી દર વર્ષે લગભગ 750 ટન ટામેટાની ખેતી થાય છે.

ઇન્ટરેસ્ટિંગ

સા



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - a new technique of farming with salt water in the desert 062536


from Divya Bhaskar https://ift.tt/3105O09
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here