ભૂલ ન સુધારવાથી અવસાદ થાય - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 7, 2019

ભૂલ ન સુધારવાથી અવસાદ થાય

મે ગમે તેટલી મોટી વ્યક્તિ કેમ ન હો,જો કશું ખોટુ કર્યું હોય તો માનીને ચાલો તમારી અંદર ગુસ્સો, નિરાશા અને તે અને તેનાથી આગામી પગલું હશે ઉદાસી. આ ત્રણેય જ્યારે જીવનમાં ઉતરી જાય તો તમે વિષાદ અેટલે ડિપ્રેશનથી ઘેરાઇ જશો. જ્યારે પણ લાગે નિરાશા તમને ઘેરી રહી છે તો જે પણ તથ્યો પર ચિંતન કરો, એક વાત ચોક્કસ વિચારજો કે કશું ખોટું તો નથી કર્યું ને? જેટલી જલ્દી ખોટુ પકડી લેશો, એટલા જ જલ્દી અવસાદમાંથી બાહર આવી જશો. એ યુગમાં રાવણથી મોટી વ્યક્તિ બીજી કોણ હોઇ શકે, પણ એ માનવા તૈયાર ન હતો કે હું ખોટું કરી રહ્યો છું. પરિણામ એ આવ્યું કે જ્યારે હનુમાન ઔષધિ લઇને આવ્યા, લક્ષ્મણની મુર્છા તુટી ત્યારે ત્યારે રામ ખુશ થયા, પણ એ જ સમયે લંકામાં જે ઘટના ઘટી તે ચોંકાવનારી હતી. જે રાવણના કારણે , જેના નામ પર પુરી દુનિયા અફસોસ કરતી હતી, એ દિવસે રાવણ માત્ર અફસોસ નહોતો કરી રહ્યો પણ ઘોર અવસાદમાં ડૂબી ગયો હતો. આ ઘટના પર તુલસીદાસે લખ્યું - ‘યહ બૃત્તાંત દસાનન સુનેઉ.અતિ બિષાદ પુનિ પુનિ સિર ધુનેઉ. લક્ષ્મણની મૂર્છા તૂટવાના સમાચાર જ્યારે રાવણે સાંભળ્યા તો અત્યંત વિષાદમાં ડુબીને ખૂબ અફસોસ કરવા લાગ્યો. બની શકે છે કે જીવનમાં આપણાથી કોઇ ભૂલ થઇ જાય તો તેને જલ્દીથી શોધીને સુધારવામાં જ ભલાઇ છે.



જીવન-પથ

પં. વિજયશંકર મહેતા



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - failure to correct the error will result 062540


from Divya Bhaskar https://ift.tt/35fLBGG
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here