પેરિસ: ફ્રાન્સ મંગળવારે રક્ષામંત્રી રાજનાથ સિંહની હાજરીમાં ભારતને પહેલું રાફેલ લડાકુ વિમાન સોંપશે. પેરિસ રવાના થતા પહેલાં રાજનાથ સિંહે સોમવારે કહ્યું હતું કે, આજે ભારતને રાફેલ મળવા બાબતે સમગ્ર દેશમાં ઉત્સાહ છે. હવે રાફેલ વિમાન ઓફિશિયલ રીતે ભારતીય વાયુસેનામાં સામેલ થઈ જશે. દરેક ભારતીય તેના સાક્ષી બનશે. રાજનાથ આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેન્ક્રો સાથે પણ મુલાકાત કરવાના છે. વાયુસેનાના વાઈસ ચીફ એર માર્શલ એચએસ અરોરા પણ રક્ષા મંત્રીની સાથે હશે.
રાજનાથ સિંહ ત્રણ દિવસની મુલાકાતે ફ્રાન્સ પહોંચ્યા છે. તેમણે ટ્વિટર પર કહ્યું કે, ભારત ફ્રાન્સની સાથે સંબંધો મજબૂત કરવા ઉત્સુક છે. તાજેતરના વર્ષોમાં ભારત-ફ્રાન્સના દ્વીપક્ષીય સંબંધો મજબૂત થયા છે. બંને દેશો તરફથી સંબંધોને વધારે સારા કરવાનો પ્રયત્ન કરવાનો છે.
રાજનાથ સિંહ ફ્રાન્સમાં શસ્ત્ર પૂજા પણ કરશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાયલટ અને અધિકારીઓના પ્રશિક્ષણ પછી મે 2020માં રાફેલ ભારત પહોંચવા લાગશે. આજે વિજ્યાદશ્મીના તહેવારે રાજનાથ સિંહ ફ્રાન્સમાં જ શસ્ત્ર પૂજા કરશે અને રાફેલ લડાકુ જેટમાં પણ ઉડાન ભરશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ASWXTc
via IFTTT
No comments:
Post a Comment